- પીએમ મોદી બે દિવસ વારાણસીના પ્રવાસે
- પીએમ મોદીએ એમ્બ્યુલન્સને જગ્યા આપવા કાફલો રોક્યો
- વારાણસીમાં પીએમ મોદીનો યોજાયો રોડ શો
PM નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે રવિવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ કાશી અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે રૂ. 19,000 કરોડથી વધુના મૂલ્યની 37 યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. PM રવિવારે બપોરે વારાણસી પહોંચ્યા , જ્યાં રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું.
કાફલો રોકીને એમ્બ્યુલન્સને જગ્યા આપી
પીએમ મોદી એરપોર્ટથી રોડ શો યોજીને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. રસ્તામાં જનતાનુ ગાડીમાં બેસીને અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે પોતાના કાફલાને થોડો થંભાવી દીધો હતો. પીએમ મોદીના કાફલાએ એમ્બ્યુલન્સ માટે રસ્તામાં જગ્યા આપી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રદર્શન ખાતે પહોંચ્યા
પીએમ મોદી વારાણસીમાં કટીંગ મેમોરિયલ ઇન્ટર કોલેજમાં પહોંચ્યા હતા. અહીં તેઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારના યોજનાઓના વિવિધ સ્ટોલ પર જઇને લાભાર્થીઓ સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા.
પીએમ મોદી સ્ટ્રીટ વેન્ડર્સને પણ મળ્યા હતા. તેઓ યુપીઆઇથી પેમેન્ટ કરતા જોઇને તેમની સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ PM આવાસ, PM સ્વાનિધિ, PM ઉજ્જવલા જેવી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી.


