- તમિલનાડુમાં દ.જિલ્લામાં ભારે વરસાદ
- આજે વરસાદથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ
- તિરુનવેલીમાં પૂર જેવી સ્થિતિ
હાલ શિયાળાનો સમય છે. ક્યાંક હાડ થીજવતી ઠંડી તો ક્યાંક હિમવર્ષા થઇ રહી છે. તેવામાં તમિલનાડુમાં જાણે ચોમાસુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તમિલનાડુના દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
તમિલનાડુમાં ધોધમાર વરસાદ
તમિલનાડુમાં વરસાદ વારંવાર આફત બની રહ્યો છે. તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓ જેમાં થૂથુકુડી, તિરુનેલવેલી, તેનકાસી, કન્યાકુમારી અને રામનાથપુરમ રવિવાર (17 ડિસેમ્બર) સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. તિરુનેલવેલીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે.
આ ઉપરાંત તુતીકોરિન અને તેનકાસી જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જેને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. હવામાન વિભાગે તમિલનાડુના પૂર્વીય તટો અને મન્નકારની ખાડીમાં ચક્રવાતી પવન ફૂંકાવાની ચેતવણી આપી છે.
હવામાન વિભાગે શું કરી આગાહી
તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓ, જેમાં થૂથુકુડી, તિરુનેલવેલી, તેનકાસી, કન્યાકુમારી અને રામનાથપુરમનો સમાવેશ થાય છે, રવિવાર સવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આ સિવાય તુતીકોરિન અને તેનકાસી જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે તમિલનાડુના પૂર્વી તટીય વિસ્તારો અને મન્નારની ખાડી પર ચક્રવાતી પવનની ચેતવણી પણ આપી છે.
તોફાન અને વીજળીની સંભાવના
IMDની આગાહી અનુસાર, 18 ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી, રામનાથપુરમ, પુડુકોટ્ટાઈ અને તંજાવુર જિલ્લાઓમાં એક કે બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે 19 ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને રામનાથપુરમ જિલ્લામાં એક-બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. 19 ડિસેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં એક કે બે જગ્યાએ વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે.


