- જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા
- સફેદ ચાદરથી ઢંકાયુ ગુલમર્ગ
- પ્રવાસીઓની ખુશી થઇ બમણી
સ્વર્ગની નગરી એટલે જમ્મુ કાશ્મીર. જ્યાં પહાડો.. શુદ્ધ હવા અને ઝરણા .. જે ચિત્રોમાં આપણે જોતા હોઇએ તે કુદરતી દ્રશ્ય રૂબરૂ જોવા મળે. ત્યારે ડિસેમ્બરની આવી ઠંડીમાં ત્યાં તો કેવો સરસ માહોલ હશે તેવી કલ્પના કરવી મુશ્કેલ છે. હાલ ત્યાં બરફનું સામ્રાજ્ય છવાયુ છે. પ્રવાસીઓ પણ યર એન્ડ હોવાથી ફરવા આવી પહોંચ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે શનિવારે બપોરે જમ્મુ અને કાશ્મીરમાં તેની અસર દર્શાવી હતી અને ગુલમર્ગ અને રાજૌરી-પૂંચ સહિતના ઉપરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી. શ્રીનગર અને જમ્મુ સહિત તમામ નીચાણવાળા વિસ્તારોમાં દિવસભર ગાઢ વાદળો છવાયેલા રહ્યા હતા અને ઠંડીનું મોજું ફરી વળ્યુ હતું.
પ્રવાસન સ્થળ ગુલમર્ગ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે. સાધના ટોપ, જેડે ગલી, રાજધન પાસ, સિંથાન ટોપ, મોર્ગન ટોપ, પીર કી ગલી, ફરકિયન ટોપ તેમજ પીર પંજાલ ટેકરીઓ પર હિમવર્ષા થઈ હતી.
પ્રવાસીઓ ખુશખુશાલ
જમ્મુના ગુલમર્ગમાં હિમવર્ષા થતા પ્રવાસીઓની ખુશી બેવડાઇ હતી. હિમવર્ષાનો આનંદ માણતા નજરે પડ્યા હતા. ગુલમર્ગ આખુ સફેદ ચાદરથી ઢંકાઇ ગયેલુ જોવા મળી રહ્યુ છે. જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર બરફની ચાદર જ જોવા મળી રહી છે.
પ્રવાસીઓ આવા અદભૂત દ્રશ્યો જોઇને ખુશખુશાલ થઇ ગયા હતા. તાજી હિમવર્ષાથી કાશ્મીરની મુલાકાતે આવતા પ્રવાસીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.


