- દિલીપ જોશીના પુત્ર રિત્વીકના લગ્નમાં પહોંચી દિશા વાકાણી
- જેઠાલાલના પુત્રના લગ્નનો વીડિયો પણ વાયરલ થયો
- આત્મારામનું પાત્ર ભજવનાર મંદાર ચંદવાદકર પણ લગ્નમાં રહ્યા હાજર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવીને ચાહકોના દિલો પર રાજ કરનાર દિલીપ જોશીનો પુત્ર આખરે વરરાજા બની ગયો છે. રિયલ લાઈફ ટપ્પુના લગ્નમાં જેઠાલાલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ લગ્નમાં શોની આખી કાસ્ટ જોવા મળી હતી. આ શોને અલવિદા કહી ચૂકેલા કલાકારો પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન દિશા વાકાણી પણ લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી.
રિત્વીકના લગ્નમાં પહોંચ્યા દયા બેન
ફેન્સની ફેવરિટ દિશા વાકાણી આ શોમાં જોવા મળી નથી. પરંતુ દિલીપ જોશીના પુત્ર રિત્વીકના લગ્નમાં દયાબેનને જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. બધા તેને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. ભલે ચાહકો તેને શોમાં ખૂબ જ મિસ કરી રહ્યા હોય, પણ દિશાને અહીં જોઈને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો.
લગ્નનો વીડિયો પણ વાયરલ
જેઠાલાલના પુત્રના લગ્નનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. દિલીપ જોશી તેમના આખા પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. દરેક વ્યક્તિ ખૂબ ખુશ દેખાય છે. જેઠાલાલ પણ એકદમ ડેશિંગ દેખાઈ રહ્યા છે. તેમની પુત્રી પણ વાદળી સાડીમાં સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે નિયતિએ તેના વાળ પણ કલર કરાવ્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
TMKOCની કાસ્ટે લગ્નમાં આપી હાજરી
વેડિંગ ફંક્શનની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. દિશા ગુલાબી સૂટમાં સુંદર લાગી રહી છે. દિશા પોતાની દીકરી સાથે ફંક્શનમાં પહોંચી હતી. દિશા વાકાણીની વાત કરીએ તો તે ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. તે શોમાં દિલીપ જોશીની પત્ની તરીકે જોવા મળી હતી. શોમાં દિલીપ જોશી અને દિશાના પુત્રનું નામ ટપ્પુ છે. આત્મારામનું પાત્ર ભજવનાર મંદાર ચંદવાદકર પણ લગ્નમાં હાજર રહ્યા હતા. તેમણે તેમની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.


