- 33 સાંસદો સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા
- આ પહેલા 14 સાંસદોને કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ
- સાંસદો સંસદની સુરક્ષામાં ચૂક મામલે કરી રહ્યા હતા વિરોધ
લોકસભામાં હંગામો મચાવનાર વિપક્ષના અનેક સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સોમવારે અધીર રંજન ચૌધરી સહિત વિપક્ષના 33 સાંસદોને લોકસભા માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો બીજી બાજુ, રાજ્યસભામાંથી પણ 34 સાંસદોને નિષ્કાસિત કરવામાં આવ્યા છે. એમ આજે સંસદ માંથી કુલ 67 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આજે સસ્પેન્ડ કરવામાં આવેલ સાંસદોની સાથે સંસદના શિયાળુ સત્રમાં કુલ 81 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો હતો. જેને મંજૂર કરવામાં આવ્યો છે. આ પહેલા કુલ 14 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ રીતે જોવા જઈએ તો આ સત્રમાં અત્યાર સુધી કુલ 47 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાંસદોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે 13 સપ્ટેમ્બરે સંસદની સુરક્ષાની ચૂક મામલે વિપક્ષના સાંસદો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સંસદની કાર્યવાહીમાં અવરોધ કરવા માટે વિપક્ષના જે 33 સાંસદોને સોમવારે સસ્પેન્ડ કરવામાં છે તેમાંથી 30 સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે જ્યારે બાકીના 3 સાંસદો જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલિકને વિશેષાધિકાર સમિતિની રિપોર્ટ આવ્યા સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ત્રણ સાંસદો પર સ્પીકરના પોડિયમ પર ચઢીને સૂત્રોચ્ચાર કરવાનો આરોપ છે.
સોમવારે જે 33 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ટી. સુમતિ, કલ્યાણ બેનર્જી, એ રાજા, દયાનિધિ મારન, અપારૂપા પોદ્દાર, પ્રસૂન બેનર્જી, એટી મોહમ્મદ બશીર, જી. સેલ્વમ, સીએન અન્નાદુરાઈ, અધીર રંજન ચૌધરી, અસિત કુમાર મલ, કૌશલેન્દ્ર કુમાર, એન્ટો એન્ટોની, એસ.એસ. પલાનીમણિકમ, અબ્દુલ ખાલીક, થિરુનાવુક્કરાસર, પ્રતિમા મંડલ, કાકોલી ઘોષ, કે. મુરલીધરન, સુનીલ મંડલ, એસ. રામાલિંગમ, કે. સુરેશ, અમર સિંહ, રાજમોહન ઉન્નીથન, ગૌરવ ગોગોઈ, ટીઆર બાલુ, કે કાની નવસ, કે વીરસ્વામી, એનકે પ્રેમચંદ્રન, સૌગત રોય, શતાબ્દી રોય, કે જયકુમાર નો સમાવેશ થાય છે.


