- નવા વર્ષ 2024નાં આગમન પહેલાં જ લોકોને કેન્દ્ર સરકાર દ્વારા રાહત અપાઈ
- અગાઉ સિલિન્ડર્સના ભાવમાં રૂ. 21નો વધારો કરવામાં આવ્યો હતો
- દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી
દેશની ઓઈલ કંપનીઓ દ્વારા શુક્રવારથી અમલમાં આવે તેવી રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સના ભાવમાં રૂ. 39.50નો ઘટાડો કરવામાં આવ્યો છે. ક્રૂડ ઓઈલનાં વિશ્વ બજારમાં ભાવમાં નરમાઈને પગલે કોમર્શિયલ ગેસનાં ભાવમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે. નવું વર્ષ 2024નાં આગમન પહેલાં જ લોકોને સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. આ અગાઉ ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સના ભાવમાં રૂ. 21નો વધારો કરવામાં આવ્યો હતો. જો કે સરકાર દ્વારા ઘરેલું વપરાશ માટેનાં 14 કિલોનાં LPG રાંધણગેસ સિલિન્ડર્સનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી. 14.2 કિલો વજન ધરાવતા ડોમેસ્ટિક LPG સિલિન્ડર્સનાં ભાવ રૂ. 903 યથાવત્ રાખવામાં આવ્યા છે તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. ઓઈલ કંપનીઓએ જણાવ્યું હતું કે હોટલ અને રેસ્ટોરાં જેવી કોમર્શિયલ સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ એલપીજીની કિંમત દિલ્હીમાં ઘટીને રૂ. 1,757 થઈ છે જે અગાઉ રૂ. 1,796.50 હતા.


