- ભાજપ નેતા શહેજાદ પૂનાવાલાએ મારનનો ઝેર ઓકતો વીડિયો સો.મીડિયા પર વાઇરલ કર્યો
- તામિલનાડુની સત્તાધારી ડીએમકે પાર્ટીના સાંસદ દયાનિધિ મારને કહ્યું
- પહેલા રાહુલ ગાંધીએ ઉત્તર ભારતીય મતદાતાઓનું અપમાન કર્યુ
તામિલનાડુના વધુ એક નેતાએ ઉત્તર ભારતીયો વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તામિલનાડુની સત્તાધારી ડીએમકે પાર્ટીના સાંસદ દયાનિધિ મારને કહ્યું છે કે ઉત્તર ભારતીય રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા હિન્દી બોલનારા લોકો તામિલનાડુમાં ટોઇલેટ સાફ કરે છે. તેમણે કહ્યું હતું કે યુપી-બિહારના લોકો નિર્માણ કાર્ય અને શૌચાલયોની સફાઇના કામમાં પોતાને સામેલ કરવા માટે તામિલનાડુ ચાલ્યા આવે છે. આ વીડિયો મુદ્દે રાજકારણ પણ શરુ થઇ ગયું છે. ઘણાં નેતાઓએ દયાનિધિ મારનને નિશાન પર લીધા છે. ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ મારનનો આ વીડિયો શેર કર્યો છે. પૂનાવાલાએ વીડિયો શેર કરીને પોસ્ટમાં લખ્યુ હતું કે ફરી એકવાર ડિવાઇડ એન્ડ રૂલ કાર્ડ રમવાનો પ્રયાસ. પહેલા રાહુલ ગાંધીએ ઉત્તર ભારતીય મતદાતાઓનું અપમાન કર્યુ, પછી રેવંત રેડ્ડીએ બિહારના ડીએનએને ગાળ આપી. તત્કાલીન ડીએમકે સાંસદ સેન્થિલ કુમારે વિવાદિત નિવેદન આપ્યું અને હવે દયાનિધિ મારન હિન્દી બોલનારા અને ઉત્તર ભારતનું અપમાન કરતા હિન્દુઓ/ સનાતનનું અપમાન કરી રહ્યા છે.


