- વર્લ્ડકપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાની ટીમમાં ફેરફાર
- પાકિસ્તાને T20 વર્લ્ડકપ પહેલા હાઈ પર્ફોમન્સ કોચ બદલ્યા
- યાસિર અરાફાતને હાઈ પર્ફોમન્સ કોચની જવાબદારી સોંપી
ODI વર્લ્ડ કપ 2023નું ભારતની ધરતી પર સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. હવે T20 વર્લ્ડ કપ જૂન 2024માં આયોજિત થવાનો છે. યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ સંયુક્ત રીતે તેની યજમાની કરશે. આગામી T20 વર્લ્ડકપ 2023 પહેલાં પાકિસ્તાને તેની ટીમમાં મોટા ફેરફાર છે. T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાને કોચમાં બદલાવ કર્યો છે.
આઈસીસી વર્લ્ડ કપ 2023માં કારમી હાર બાદ પાકિસ્તાની ટીમમાં એક બાદ એક મોટા બદલાવનો સિલસિલો ચાલુ જ છે. ટીમમાં એટલા મોટા ફેરફારો થયા છે કે, ટીમના મુખ્ય સિલેક્ટરને પણ બદલી દેવામાં આવ્યાં છે. પાકિસ્તાને તેના ફિલ્ડીંગ કોચ, ફાસ્ટ બોલિંગ કોચ, સ્પિન બોલિંગ કોચ અને કેપ્ટન સહિંત ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. આઈસીસી વનડે વર્લ્ડ કપમાં કારમી હાર બાદ બાબાર આઝમે દબાવમાં આવીને કેપ્ટનશીપ છોડી દીધી હતી અને વ્હાઈટ બોલ ક્રિકેટ અને રેડ બોલ ક્રિકેટ બંનેના કેપ્ટન પણ બદલી દેવામાં આવ્યાં હતા. હજી આ સમાચારને વધુ સમય પણ થયો નથી અને હવે ફરીથી પાકિસ્તાનના કોચ બદલાઈ ગયા, તો હવે કોણ છે પાકિસ્તાનના નવા કોચ..?
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 મેચોની સીરિઝ
પાકિસ્તાનને કીવી ટીમ વિરુદ્ધ 5 મેચોની T20 સીરિઝ રમવાની છે. આ સિરીઝથી પહેલા પાકિસ્તાન કોચિંગ સ્ટાફમાં એકવાર ફરીથી મોટો બદલાવ જોવા મળ્યો છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી યાસિર અરાફાતને ન્યૂઝિલેન્ડની વિરુદ્ધ 5 મેચોની ટી20 સીરિઝ માટે હાઈ પર્ફોમન્સ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. એમને સાઈમન હેલ્મોટન જગ્યા પર આ પદ સોંપવામાં આવ્યું છે. અત્યાર સુધી સાઈમન હેલ્મોટ જ હાઈ પર્ફોમન્સ કોચની જવાબદારી સંભાળી રહ્યાં હતા. હેલ્મોટને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી સીરિઝમાં હાઈ પર્ફોમન્સ કોચ તરીકે સામેલ કરવામાં આવ્યાં હતા. પરંતુ, હવે ન્યૂઝિલેન્ડની વિરુદ્ધ આ જવાબદારી યાસિર અરાફાતને સોંપવામાં આવી છે.
બેટિંગથી લઈને બોલિંગ સુધીના કોચ બદલાયા
યાસિર અરાફાત ફક્ત ન્યૂઝિલેન્ડના પ્રવાસ દરમિયાન જ હાઈ પર્ફોમ કોચ બન્યા છે, આ સીરિઝ બાદ આ જવાબદારી કોઈ બીજાને સોંપવામાં આવશે. એવામાં અત્યાર સુધી એ નક્કી નથી કે આવતા વર્ષે યોજાનારી T20 વર્લ્ડ કપમાં હાઈ પર્ફોમન્સની જવાબદારી કોણ સંભાળશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમના મુખ્ય કોચની જવાબદારી મિકી આર્થર અને ગ્રાંટ બ્રૈડબર્નથી લઈને પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝને સોંપવામાં આવી છે. ત્યારબાદ બોલિંગ કોચની જવાબદારી પૂર્વ સ્પિનર સઈદ અઝમલ, પૂર્વ ઝડપી બોલર ઉમર ગુલને સોંપવામાં આવી છે, એડમ હોલિયોકને બેટિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય હાઈ પર્ફોમન્સ કોચની જવાબદારી સાઈમન હેલ્મોટને સોંપવામાં આવી છે. પરંતુ, હવે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સીરીઝ માટે હેલ્મોટને પણ દૂર કરવામાં આવ્યા છે અને યાસિર અરાફતને આ જવાબદારી સોંપવામાં આવી છે.


