- જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં મોટો અકસ્માત
- જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં બસ ખાઈમાં પડી
- અકસ્માતમાં 2ના મોત, 13 લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં સોમવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં લગ્ન પ્રસંગમાં લોકોને લઈ જઈ રહેલી મિની બસ રોડ પરથી લપસીને ખાડામાં પડી ગઈ હતી. જેના કારણે બે લોકોના મોત થયા હતા. જેમાં 13 ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલોને ઉચ્ચ કેન્દ્રમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.
13 લોકોને લઇ જવાયા હોસ્પિટલ
ચસાણા પોલીસ સ્ટેશનના પ્રભારી સુમન સિંહે જણાવ્યું કે બસ બાલમતકોટથી બદર ગામ જઈ રહી હતી. સોમવારે સવારે લગભગ 6 વાગ્યે ધામિની પાસે આ અકસ્માત થયો હતો. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોહમ્મદ અશરફ (25) નામનો વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્રણથી લઇને 19 વર્ષની નવ છોકરીઓ સહિત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


