- યુઝર્સને નિયમોથી વાકેફ કરો
- સતત રિમાઈન્ડર મોકલવા
- શું કહે છે IT એક્ટ 3(1)(b)?
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈને એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં, તેમને Deepfakeના મુદ્દા સાથે વ્યવહાર કરવા માટે હાલના IT નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. એડવાઇઝરી અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તેમના યુઝર્સને IT નિયમો અનુસાર પ્રતિબંધિત સામગ્રી વિશે જાણ કરવી જરૂરી છે.
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તેમની સેવાની શરતો અને યુઝર્સ એગ્રીમેન્ટ દ્વારા નિયમ 3(1)(b) હેઠળ પ્રતિબંધિત સામગ્રી (Banned Content) અંગે યુઝર્સને જાણ કરવી જોઈએ. વધુમાં, યુઝર્સને પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે રજીસ્ટ્રેશન સમયે આવી પ્રતિબંધિત સામગ્રી વિશે પણ જાણ કરવી જોઈએ.
યુઝર્સને નિયમોથી વાકેફ કરો
ડિજિટલ પ્લેટફોર્મ્સે ખાતરી કરવી જોઈએ કે યુઝર્સને IPC અને IT એક્ટ 2000 સહિતની દંડનીય જોગવાઈઓ વિશે જાણ કરવામાં આવે. વધુમાં, એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે સેવા શરતો અને યુઝર એગ્રીમેન્ટ સ્પષ્ટપણે જણાવે છે કે પ્લેટફોર્મ્સ સંબંધિત ભારતીય કાયદાઓ હેઠળ કાયદા અમલીકરણ એજન્સીઓને કાનૂની ઉલ્લંઘનની જાણ કરવા માટે બંધાયેલા છે.
સતત રિમાઈન્ડર મોકલવા
મંત્રાલયે કહ્યું છે કે જ્યારે પણ યુઝર્સ પ્લેટફોર્મ લૉગિન કરે છે અને તે તેના પર કોઈપણ ઇન્ફોર્મેશન શેર કરે છે તો તેમને નિયમિત રીતે રિમાઈન્ડર મોકલવા જોઈએ.
શું કહે છે IT એક્ટ 3(1)(b)?
IT રૂલ્સના કલમ 3(1)(b) હેઠળ આ પ્લેટફોર્મ્સે પોતાના નિયમો, પ્રાયવસી પોલિસી અને યુઝર એગ્રીમેન્ટ યુઝરની મનપસંદ ભાષામાં બતાવવું જરૂરી છે.
શું છે Deepfake?
Deepfake દ્વારા, કોઈ એક શખ્સના વિડિયો પર કોઈ બીજા શખ્સના ચહેરાને સુપર ઈમ્પોઝ કરવામાં આવે છે અને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે તે નરી આંખે જોતાં વાસ્તવિક દેખાય છે. Deepfake આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત છે અને તેનો ઉપયોગ ફિલ્મોમાં પણ થાય છે.


