- જયપુર હત્યાકાંડ મામલે સિટી પોલીસને મળી સફળતા
- એક શખ્સે યુગલ પર કાર ચઢાવી યુવતીની હત્યા કરી હતી
- આરોપી કારચાલકનું ગેંગસ્ટર કનેક્શન સામે આવ્યું
રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે સવારે એક યુવતીને કાર વડે કચડી નાખનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાના લગભગ 30 કલાક બાદ આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જોકે પોલીસે હજુ સુધી આરોપીઓની ધરપકડ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. સૂત્રોનું માનીએ તો પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
સૌથી પહેલા જાણીએ શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં, સોમવારે રાત્રે ઝુંઝુનુના રહેવાસી રાજકુમાર જાટ (35), મધ્યપ્રદેશના નીમચના રહેવાસી ઉમા સુથાર (25), મંગેશ અરોરા (35) અને જયપુરના રહેવાસી શ્રેયા ભારદ્વાજ (30) એક પ્રાઇવેટ માટે પાર્ટી માટે હોટેલ આવ્યા હતા. આખી રાત પાર્ટી કર્યા પછી સવારે લગભગ પાંચ વાગ્યે બધા હોટેલમાંથી બહાર આવ્યા. આ દરમિયાન તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી મંગેશ અને શ્રેયા કારમાં બેસી ગયા, પરંતુ રાજકુમાર અને ઉમા ચાલતા જવા લાગ્યા. આ દરમિયાન મંગેશે કાર બંને પર ચડાવી દીધી હતી. અકસ્માતમાં ઉમાનું મોત થયું હતું, જ્યારે યુવક ઘાયલ થયો હતો.
આખરે કેમ થયો હતો વિવાદ?
પોલીસ જણાવ્યું કે ઇજાગ્રસ્ત થયેલ યુવક રાજકુમારનું કહેવું છે કે નશાની હાલતમાં મંગેશે ઉમા પર અભદ્ર ટીપ્પણીઓ કરી હતી. આ વાતને લઈને બંનેમાં ઝગડો થયો હતો, ત્યારબાદ મંગેશ ઉમા સાથે અસભ્ય વર્તન કરવા લાગ્યો, જે કેબમાં અમે જવાન હતા તેનો કાચ પણ મંગેશે બેસબોલના બેટથી તોડી નાખ્યો. ત્યારબાદ, તે પોતાની એસયુવીમાં જઈને બેસી ગયો અને તેજ ગાતી અમારી ઉપર ગાડી ચઢાવી દીધી. કારની નીચે આવી જવાથી ઉમાનું મોત થઈ ગયું. જ્યારે રાજકુમાર ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત રાજકુમાર જાટની ફરિયાદના આધારે જવાહર સર્કલ પોલીસ સ્ટેશને હત્યા અને હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
આરોપી મંગેશનું ગેંગસ્ટર કનેક્શન હોવાની આશંકા
મીડિયા રિપોર્ટ્સ મુજબ માહિતી સામે આવી છે કે ઉમાની હત્યાના આરોપી મંગેશ અરોરાના ગેંગસ્ટર રિતિક બોક્સર સાથે કનેક્શન છે. ડિસેમ્બર 2022માં પોલીસે જી-ક્લબમાં ફાયરિંગની ઘટનામાં મંગેશની પૂછપરછ કરી હતી. આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર રિતિક બોક્સર હતો. એવામાં, બંને વચ્ચેના સંબંધોની વાત પણ સામે આવી રહી છે.
કોણ છે આરોપી મંગેશ અને તેનો મૃતક સાથે શું સંબંધ?
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી મંગેશ અરોરા મૂળ હરિયાણાનો રહેવાસી છે. તે જયપુરના માનસરોવર વિસ્તારમાં કપડાંનો શોરૂમ ચલાવે છે. મૃતક ઉમાના મિત્ર રાજકુમાર અને મંગેશ બારમાં મળ્યા હતા, જ્યાનું મેનેજમેન્ટ રાજકુમાર સંભાળે છે. સોમવારે રાત્રે હોટલ પહોંચતા પહેલા મંગેશ, શ્રેયા, રાજકુમાર અને ઉમા કોઈ ક્લબમાં જન્મદિવસની પાર્ટી ઉજવવા આવ્યા હતા.


