- એક્ટર સાજિદ ખાન કૅન્સરથી જંગ હારી ગયા
- બોલિવૂડની ઘણી ફિલ્મોનું સાજિદ ખાને નિર્માણ કર્યું હતું
- કેરળમાં છ દિવસ પહેલા નિધન થયાની આજે વાત સામે આવી
‘મધર ઈન્ડિયા’, ‘માયા’ અને ‘ધ સિંગિંગ ફિલિપીન’ જેવી ફિલ્મોના હિસ્સા રહેલા એક્ટર સાજિદ ખાનનું નિધન થઈ ચૂક્યું છે. અભિનેતા સાજિદ ખાન કૅન્સર સાથે ઝઝૂમતા આખરે 70 વર્ષની ઉંમરે અવસાન થયું છે. સાજિદ ખાનની કેરળના કાયમકુલમ ટાઉનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. સાજિદ ખાનના પુત્ર સમીરે જણાવ્યું કે તેઓને છેલ્લા કેટલાક સમયથી કૅન્સર થઈ ગયું હોવાથી તેઓ પથારીવશ હતા. સમીરે વધુમાં જણાવ્યું કે તેમના પિતા બીજી પત્ની સાથે કેરળમાં રહેતા હતા. મારા પિતાને ફિલ્મમેકર મહેબૂબ ખાને પાલનપોષણ કર્યું હતું. તેઓ ઘણા સમયથી ફિલ્મોમાં સક્રિય નહોતા. અને વધુ સમય સમાજ સેવામાં લાગેલા હતા. તેઓ ઘણીવાર કેરળ આવતા અને અહીં તેમને સારું લાગવાથી તેમને બીજીવાર લગ્ન પણ કરી લીધા હતા.
અંગ્રેજી શો, ફિલ્મોમાં સાજિદ ખાનનું યોગદાન
એક્ટર સાજિદ ખાનને માયા ફિલ્મમાં પોતાની ભૂમિકાથી એક ટીનેજ આઈડિયલનું સ્ટારડમ મળ્યું હતું. બાદમાં તેમને એક લોકલ યુવકનો રોલ પણ ભજવ્યો હતો. લોકપ્રિયતા વધી જતા આ નાથી એક સિરીઝ પણ બનાવવામાં આવી હતી. આના લીધે સાજિદ ખાનની કીર્તિમાં વધારો થતા તેમને અમેરિકી ટીવી શો ‘ધ બિગ વેલી’ના એક એપિસોડમાં ગેસ્ટ તરીકેનો રોલ મળ્યો. આ ઉપરાંત મ્યૂઝિક શો ‘ઈટ્સ હૅપનિંગ’માં ગેસ્ટ જજની ભૂમિકામાં સાજિદ ખાન જોવા મળ્યા હતા. આ સિવાય સાજિદ ખાને ‘ધ સિંગિંગ ફિલિપિના’, ‘માઈ ફની ગર્લ’ અને ‘ધ પ્રિન્સ એન્ડ આઈ’ જેવી અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ‘હિટ એન્ડ ડસ્ટ’ ફિલ્મમાં સાજિદ ખાન એક ડાકુના રોલમાં જોવા મળ્યા હતા.


