By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાળકોની પરસ્પર સરખામણી ક્યારેય ન કરવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

બાળકોની પરસ્પર સરખામણી ક્યારેય ન કરવી

agragujaratnews
Last updated: 2023/12/30 at 8:17 PM
2 years ago
Share
બાળકોની પરસ્પર સરખામણી ક્યારેય ન કરવી
SHARE

બાળકોમાં જયારે પોતાના જ ભાઈ બહેન સાથે સરખામણી થાય છે ત્યાર બાળક ઈર્ષા અનુભવે

રચનાબહેનને બે બાળકો. કેયુર અને સાકેત. આમ તો રચનાબહેન ભણેલ ગણેલ ગૃહિણી હતા. માટે બંને બાળકોનો ઉછેર ખુબ સુંદર રીતે કરતા.પરંતુ ઘણી વખત તેમનાથી કેયુરની સરખામણી કેયુરના મિત્રો કે નાના ભાઈ સાકેત સાથે થઇ જતી. કેયુરને વારંવાર સંભાળવા મળતું, ‘જો  સાકેત કેટલો સમજણો છે, હોંશિયાર છે. તું તો સાવ ઠોઠ છે!’ ‘કેયુર, તારો પેલો મિત્ર શ્યામ તો કેટલો ડાહ્યો થઇ ભણવાનું પૂરું પછી જ રમવા આવે છે. તું તો ભણતો પણ નથી.’ આ વાતો નું પરિણામ એ આવ્યું કે કેયુરે મિત્રો સાથે ભળવાનું ઓછું કરી નાખ્યું. ઘરમાં પણ સાકેત સાથે વારંવાર ઝગડી પડતો. સાકેતને ગુસ્સામાં બોલી પણ દેતો કે, ‘હા, હા. તું તો છે જ મમ્મીનો વહાલો દીકરો. ક્યારેય મારી પાસે આવતો નહિ.’ બન્યું એવું કે કેયુર અતડો બનતો ગયો અને ધીમે ધીમે કરીને કેયુર એક સમસ્યારૂપ બાળક બની ગયો. રચનાબહેન આખરે કેયુરને મારી પાસે લઈને આવ્યા. કેસ હિસ્ટ્રી વખતે રચનાબહેનનું વર્તન મારા ધ્યાનમાં આવ્યું. કલીનીકમાં પણ તેઓ કેયુરને કહેતા, ‘સીધો બેસ. જો સાકેત કેવો શાંતિથી બેઠો છે.’ કેયુર ત્યારે તો શાંત થઇ ગયો, પરંતુ તેનો ચહેરો કહેતો હતો કે તે ખુબ ગુસ્સે થયો છે.

કેસ હિસ્ટ્રી સંપૂર્ણ મેળવ્યા પછી કેયુરને તાસીર અનુસાર હોમિયોપેથીક દવા આપી અને રચનાબેન ને અંદર બેસાડયા. આવા ઘણા કેસ હોય છે, જેમાં માતા પિતા અનાયાસે પોતાના બાળકને સારું-શ્રેષ્ઠ બનાવવા માટે તેને સલાહ સુચન આપ્યા કરે છે. ઉપરાંત ક્યારેક અન્ય બાળક સાથે પોતાના બાળકની સરખામણી કરવા લાગે છે. સાત વર્ષના કેયુરની સરખામણી રચનાબહેન જયારે ચાર વર્ષના સાકેત સાથે કરતા કે અન્ય કોઈ મિત્રો સાથે કરતા ત્યારે કેયુરનું આત્મસમ્માન ઘવાતું. ખાસ તો બાળક સમજણ કેળવે પછી તેનામાં આત્મસમ્માન વિકસે છે. આથી બાળકને અપાતી સમજણ સિફતથી આપવી. જેથી બાળકનું આત્મસમ્માન ન ઘવાય. સરખામણી તો ક્યારેય ન કરવી. આ રીતે વારંવાર સરખામણી કરવામાં ઘણા માતા પિતા મને છે કે આ રીતે કરવાથી બાળક પોતાના વર્તનમાં ફેરફાર કરશે, અને બને છે તેનાથી ઊંધું. બાળકની જેની સાથે સરખામણી થતી હોય છે, તેના માટે તેના મનમાં ઈર્ષા જન્મે છે, જે બાળકના વિકાસમાં અવરોધરૂપ બને છે. રચનાબહેનને આ વાત તરતજ ગળે ઉતરી ગઈ. તેમણે જાતે જ ઘરમાં વાતાવરણ બદલી નાખ્યું. કેયુરની સરખામણી કરવાને બદલે કેયુરને તેની ખાસિયતો બતાવી. શાળામાં પણ ખાસ તાકીદ કરી કે કેયુરની સરખામણી અન્ય વિદ્યાર્થી સાથે ન કરવી. હોમીયોપેથીક દવાનું કામ ચાલુ જ હતું. સાથે આ સહાયક સૂચનો પર રચનાબહેને અમલ કર્યો અને કેયુર સંપૂર્ણ સ્વસ્થ બની ગયો.

આ ઉંમર માં બાળક જયારે સંપૂર્ણ સમજણ નથી ધરાવતું, પણ પોતાના પ્રત્યે અન્યાય થાય તો સમજી અનુભવી શકે છે, ત્યારે માતા – પિતા, શિક્ષકોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. શાળામાં પણ બાળકોને ઉતારી પડાય તો બાળકના માનસ પર ખરાબ અસર થાય છે. આવા સમયે બાળક આક્રમક બને તો તેમાં તેના ઉછેરમાં ક્યાંક ભૂલ છે એમ ચોક્કસ પણે કહી શકાય.

બાળકના આત્મસમ્માનને માન આપવા બાળક કોઈ સારું કાર્ય કરે તો તુરંતજ શાબાશી આપવી. કોઈ ભૂલ કરે તો પણ તુરંતજ પ્રેમથી સમજાવવું. ઘરની કોઈ નાની વસ્તુની ખરીદી વખતે પણ બાળકનો અભિપ્રાય માંગવો. જેથી સારી ખરાબ વસ્તુ વચ્ચેનો ભેદ બાળક સમજી શકે. આ ઉપરાંત તે જરૂરથી અનુભવશે કે મારું પણ આ ઘરમાં કોઈ માન છે, સ્થાન છે.

હોમિયોપેથીક અભિગમ :

બાળકોમાં જયારે પોતાના જ ભાઈ બહેન સાથે સરખામણી થાય તો બાળક ઈર્ષા અનુભવે છે. નાની ઉમરના બાળકો પોતાની વસ્તુઓ પ્રત્યે વધુ પડતા પઝેસીવ હોય છે. પોતાનો માલિકીહક્ક પોતાની વસ્તુઓ પર જતાવે છે. થોડું ઘણું આ બાબત સામાન્ય છે, પણ આ જ વાતમાં થી જયારે ઈર્ષા જન્મે છે તો એ નુકશાન કરે. હોમિયોપેથીક દવાઓ તાસીર મુજબ ઉપયોગી છે.

માતા પિતા કે પરિવારજનો કે શિક્ષકોની નાનકડી ભૂલને કારણે બાળક જયારે સરખામણીનો ભોગ બને છે, ત્યારે બાળકમાં ઈર્ષા જન્મે છે અને ક્યારેક બાળક અન્ય રીતે પણ પ્રતિભાવ આપે છે. તો અન્ય બાજુ એ પણ છે કે માતા પિતા અને શિક્ષકોની નાની અમસ્તી કાળજીથી બાળકનો સર્વાંગ સુંદર વિકાસ થાય છે. કોમળ પુષ્પ જેવા બાળકની ખાસ કાળજી રાખવી.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
આંતરરાષ્ટ્રીય

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

Editor By Editor 6 days ago
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?