- પાકિસ્તાનના બહાવલપુરની મસ્જિદ પાસે થયેલ બોમ્બ બ્લાસ્ટમાં મસૂદનું મોત
- મસૂદ અઝહરના મોતને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી
- સંસદ એટેક અને પુલવામા આતંકી હુમલા જેવા અનેક હુમલામાં માસ્ટરમાઈન્ડ
ભારતમાં મોસ્ટ વોંટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહરનું સોમવારે એક બોમ્બ વિસ્ફોટમાં ઠાર મરાયો છે. બિનસત્તાવાર મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહર સવારે 5 વાગે બહાવલપૂર મસ્જિદથી પરત આવી રહ્યો હતો ત્યારે કેટલાંક અજ્ઞાત શખ્સો દ્વારા કરવામાં આવેલ બોમ્બ વિસ્ફોટમાં મસૂદનું મોત થયું છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ નથી થઈ.
ઉલ્લેખનીય છે કે મૌલાના મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ હતો. પાકિસ્તાનમાં બિનસત્તાવાર દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે મોસ્ટ વોંટેડ આતંકી, કંધાર ફ્લાઇટ હાઈજેકનો માસ્ટરમાઈન્ડ અને જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર ભાવલપૂર મસ્જિદથી પરત ફરતી વખતે થયેલ સવારે 5 વાગે અજ્ઞાત શખ્સો દ્વારા કરવામાં આવેલ બોમ્બ બ્લાસ્ટમાં મોતને ભેટ્યો છે.
અઝહરનો જન્મ 10 જુલાઇ 1968ના રોજ બહાવલપુર, પંજાબ પાકિસ્તાનમાં થયો હતો. ખાસ કરીને, મસૂદ અઝહર તે આતંકીઓમાંથી એક હતો જેને ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 814 (IC814)ને હાઈજેક કર્યા બાદ મુક્ત કરવા માંગ કરવામાં આવી હતી. મસૂદ અઝહરે 13 ડિસેમ્બર 2021ના રોજ સાંસદ પર આતંકી હુમલાનું ષડયંત્ર બનાવ્યું હતું. રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે તે ઇસ્લામાબાદમાં પાકિસ્તાની ડીપ સ્ટેટની સિક્યોર કસ્ટડીમાં રહે છે. 55 વર્ષીય આતંકી ઘણીવાર પાકિસ્તાનના બહાવલપુરમાં રેલવે સ્ટેશન લિન્ક રોડ પર આવેલ પોતાના મદરેસાની મુલાકાત પણ કરતો હતો.
મસૂદ આ કેસોમાં હતો મોસ્ટ વોન્ટેડ
- દિલ્હી પોલીસ દ્વારા 2001માં સંસદ પર થયેલા હુમલા અને પંજાબ પોલીસ દ્વારા 2016માં પઠાણકોટ એરબેઝ હુમલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
- મસૂદ અઝહરે ભારતમાં આત્મઘાતી આતંકી હુમલા કરવા માટે જૈશ-એ-મોહમ્મદ કેડરનો ઉપયોગ કર્યો જેમાં 5 જુલાઈ, 2005ના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પરના હુમલા સહિત અનેક હુમલાઓ સામેલ છે.
- 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો.
- તેણે 3 જાન્યુઆરી, 2016 ના રોજ અફઘાનિસ્તાનના બાલ્કમાં મઝાર-એ-શરીફમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું.
- મસૂદ અલ-કાયદા પ્રમુખ ઓસામા બિન લાદેન અને તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરનો નજીકનો સહયોગી માનવામાં આવે છે.


