By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોકસભાની વધેલી બેઠકો સાથે 2029ની ચૂંટણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

લોકસભાની વધેલી બેઠકો સાથે 2029ની ચૂંટણી

agragujaratnews
Last updated: 2024/01/04 at 4:30 AM
2 years ago
Share
લોકસભાની વધેલી બેઠકો સાથે 2029ની ચૂંટણી
SHARE

  • યોજાઇ શકે, 2026થી ફેરસીમાંકન શરૂ થશે
  • ફેરસીમાંકન કામગીરી સામેના પ્રતિબંધની મુદત પૂરી થતાં જ કાર્યવાહી શરૂ થશે
  • વર્ષ 2029માં લોકસભાની બેઠકો વધીને 850 થઇ શકે છે

નક્કી યોજના મુજબ બધું આગળ વધતું રહેશે તો વર્ષ 2029ની લોકસભાની સામાન્ય ચૂંટણી વધેલી બેઠકોની સંખ્યા સાથે યોજાઇ શકે છે. વર્ષ 2029માં લોકસભાની કુલ 850 બેઠકો માટે ચૂંટણી યોજાઇ શકે છે. જોકે નવા સંસદભવનમાં લોકસભામાં બેઠક સંખ્યા 888 કરીને પહેલેથી જ આ દિશાના સંકેત અપાઇ ચૂક્યા છે. યોજના મુજબ લોકસભા બેઠકો વધારવાની કવાયત વર્ષ 2026થી જ શરૂ થઇ જશે. અર્થાત ફેરસીમાંકન મુદ્દે મનાઇ હુકમ અમલી છે અને તે પ્રતિબંધની મુદત પૂરી થતાં જ બેઠક મતવિસ્તાર ફેરસીમાંકનની કામગીરી શરૂ થઇ જશે. તે પછીના ત્રણ વર્ષમાં અર્થાત વર્ષ 2029માં ફેરસીમાંકનની આ કામગીરી પૂરી થઇ જવાની સંભાવના છે.

આ ચૂંટણીમાં જ મહિલાઓ માટે કરવામાં આવેલી અનામત બેઠકોની જોગવાઇનો અમલ પણ શરૂ થશે. આ સમગ્ર યોજના એટલા માટે મહત્ત્વની છે કે તેના અમલ માટે હવે પછીની વસ્તી ગણતરી સુધી પ્રતીક્ષા નહીં કરવી પડે. વર્ષ 2024-25ની વસતીને આધાર માનીને જ ફેરસીમાંકન કાકગીરી સંપન્ન કરવામાં આવશે. વર્ષ 2031માં વસતી ગણતરી થાય ત્યાં સુધી ફેરસીમાંકન માટે પ્રતીક્ષા કરવામાં નહીં આવે. ફેરસીમાંકન પર લાગેલો પ્રતિબંધ 2026 સુધીમાં દૂર થતાં જ ફેરસીમાંકનની કામગીરી શરૂ થઇ જશે અને વર્ષ 2029 પહેલાં કામગીરી પૂરી પણ થઇ જશે.

હાલમાં લોકસભાની કુલ 543 બેઠક

વસતી ગણતરી અને ફેરસીમાંકન જેવી કામગીરી જે ટેકનોલોજીની મદદથી હાથ ધરાવાની છે, તે જોતાં આ કામગીરી ત્રણ વર્ષની મુદતમાં પૂરી થઇ જવાની સંભાવના છે. ઉચ્ચ કક્ષાના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2026માં હાથ ધરાનારી ફેરસીમાંકનની કામગીરીની કાર્યયોજના તૈયાર થઇ ચૂકી છે. ફેરસીમાંકન માટે 2031ની વસતી ગણતરી સુધી રાહ જોવામાં નહીં આવે. હાલમાં લોકસભાની 543 બેઠકો છે. છેલ્લે 1971ની વસતી ગણતરી આધારે 1977માં લોકસભાની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયની ફોર્મ્યુલા મુજબ પ્રતિ 10 લાખની વસતીએ લોકસભાની એક બેઠક નિર્ધારીત થઇ હતી. જોકે પૂર્વોત્તર અને પહાડી રાજ્યોમાં આ માપદંડમાં છૂટછાટ આપવામાં આવી છે.

દ. ભારતનાં રાજ્યોનું ધ્યાન રખાશે

ફેરસીમાંકનના વર્તમાન માપદંડોમાં વસતી સંખ્યાનું મોટું મહત્ત્વ છે. આ માપદંડો મુજબ ફેરસીમાંકન થાય તો ઉત્તરને મુકાબલે દક્ષિણ ભારતની ઓછી બેઠકો વધી શકે તેમ છે. કેમ કે વીતેલા વર્ષોમાં દક્ષિણ ભારતને મુકાબલે દક્ષિણ ભારતમાં વસતીમાં ઓછો વધારો થયો છે. પરંતુ કેન્દ્ર સરકારના વર્તુળોના જણાવ્યા મુજબ ફેરસીમાંકન વખતે દક્ષિણ ભારતના હિતોની ખાસ કાળજી લેવામાં આવશે. વર્તમાન માપદંડોની સાથોસાથ કોઇ એવી ફોર્મ્યુલા નક્કી થશે કે જેથી દક્ષિણ ભારતના હિતોને નુકસાન ના પહોંચે. છેલ્લે વર્ષ 1977માં ફેરસીમાંકન 1971ની વસતી ગણતરી આધારે થયું હતું.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
ગુજરાત

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

Editor By Editor 3 days ago
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?