- કૂનો નેશનલ પાર્કમાં નવા મહેમાનનું આગમન
- આશા નામની માદા ચિત્તાએ 3 બાળકને જન્મ આપ્યો
- ભૂપેન્દ્ર યાદવે 3 બેબી ચિત્તાનો વીડિયો કર્યો શેર
કુનો નેશનલ પાર્કમાં ચિતા પ્રોજેક્ટને લઈને મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. નામિબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા આશાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. જેને લઇને પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ વીડિયો અને તસવીર શેર કરી છે.
ભૂપેન્દ્ર યાદવે શેર કર્યો વીડિયો
તેમણે ટ્વિટ કરતા જણાવ્યું કે જંગલમાં મ્યાઉં…. મને જણાવતા ખુશી થઇ રહી છે કે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમા 3 નવા મહેમાનોનું સ્વાગત થયું છે. નામીબિયાઇ ચિત્તા આશાએ 3 બાળકોને જન્મ આપ્યો છે. ઇકોલોજીકલ સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે પીએમ દ્વારા કલ્પના કરાયેલ પ્રોજેક્ટ ચિતાની આ એક શાનદાર સફળતા છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ નિષ્ણાતો, કુનો વન્યજીવ અધિકારીઓ અને સમગ્ર ભારતમાં વન્યજીવ રસિકોને મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.


