- તમિલનાડુ બાદ પીએમ મોદી કેરળના પ્રવાસે
- કેરળના થ્રિસૂરમાં સ્ત્રી શક્તિ કાર્યક્રમમાં કર્યુ સંબોધન
- કહ્યું આશીર્વાદ આપવા આવેલી બહેનોનો આભારી છું.
વડાપ્રધાન મોદી મંગળવારથી દક્ષિણ ભારતના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળના પ્રવાસે છે. કેરળના થ્રિસુરમાં સ્ત્રી શક્તિ કાર્યક્રમને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આજે શિવગંગાની મહાન રાણી વેલુ નાચિયારની જન્મજયંતિ છે. આજે સમાજ સુધારક સાવિત્રીબાઈ ફૂલેની પણ જન્મજયંતિ છે. સ્ત્રી શક્તિ કેટલી મહાન છે. શક્તિ, આમાં જોઈ શકાય છે, બંને પાસેથી શીખવા મળે છે. કેરળની દીકરીઓએ ભારતની સ્વતંત્રતા, સંસ્કૃતિ અને બંધારણના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.”
થ્રિસૂરમાં કર્યો રોડ શૉ
પીએમ મોદીએ થ્રિશૂરમાં રોડ શો કર્યો. કેરળના થ્રિસુરમાં રોડ શો દરમિયાન લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફૂલોની વર્ષા કરી હતી. સૌ કોઇ મોદી મોદીના નારા લગાવીને પીએમ મોદીને વધાવી લીધા હતા. બંને બાજુથી પીએમ મોદી પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
મોદીએ ગેરંટી પુરી કરી
pm મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે છેલ્લા 10 વર્ષોમાં, અમે મહિલાઓના જીવનને સરળ બનાવવા માટે ઘણી પહેલ કરી છે. અમે 10 કરોડ ઉજ્જવલા ગેસ કનેક્શન આપ્યા છે, આ લાભ મોદીની ગેરંટીને કારણે મળ્યો છે. અમે લોકોને પાઇપ દ્વારા પાણી આપ્યું છે. પીએમ મોદીએ હાજર મહિલાઓને પૂછ્યું કે , 11 કરોડ પરિવારોની બહેનો, આ કેવી રીતે થયું, મોદીની ગેરંટીથી.
કેરળમાં લૂંટ ચલાવવા ગઠબંધન આઝાદી મેળવવા માગે છે
પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં મોટા રસ્તાઓ બની રહ્યા છે, આધુનિક એરપોર્ટ બની રહ્યા છે, પરંતુ INDI ગઠબંધનની સરકાર અહીં કોઈ કામ થવા દેતી નથી કારણ કે તેઓ મોદીનો વિરોધ કરે છે. INDI ગઠબંધન કેરળમાં લૂંટ ચલાવવા સંપૂર્ણ આઝાદી મેળવવા ઇચ્છે છે. સોનાની દાણચોરીને કારણે આ નાટકો થઈ રહ્યા છે. જે કોઇનાથી છૂપુ નથી. તેઓ નથી ઇચ્છતા કે કેન્દ્ર સરકાર પાસેથી જે ગરીબ લોકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ટર માટેનું ફંડ મળે છે તેના વિશે તેઓને કોઇ સવાલ કરે. તેઓ કેન્દ્ર સરકારની યોજનાઓને છૂપાવવા માગે છે.


