- PM મોદી તમિલનાડુ બાદ જશે કેરળ
- કેરળમાં સ્ત્રી શક્તિ સમાગમ કાર્યક્રમમાં કરશે સંબોધન
- પીએમના આગમનને લઇને ખુશીનો માહોલ
પીએમ નરેન્દ્ર મોદી હાલમાં દક્ષિણના રાજ્યોના પ્રવાસે છે. તમિલનાડુની મુલાકાત બાદ પીએમ મોદી બુધવારે કેરળ જશે. કેરળ બીજેપીના પ્રમુખ કે સુરેન્દ્રને જણાવ્યું કે પીએમ મોદી વિવિધ ક્ષેત્રની મહિલાઓના કાર્યક્રમ ‘સ્ત્રી શક્તિ સમાગમ’ને સંબોધિત કરશે. આ સાથે તેઓ ભાજપ-એનડીએના એક કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકે છે. ત્યારે પીએમ મોદીના આગમને લઇને મહિલાઓ સહિત જનતામાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે.
51 ફૂટ ઊંચુ સેન્ડ આર્ટ
પીએમ મોદીના આગમનને લઇને 51 ફૂટ ઊંચુ પીએમ મોદીનું સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ અંગે ભાજપ મહિલા મોરચા કેરળના નિવેદિતા સુબ્રમણ્યમે જણાવ્યું કે પીએમ મોદીના ગામ સહિત 51 ગામોની રેતી લઇને આ સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. 10 દિવસથી આ આર્ટ બનાવવામાં આવ્યું છે. તેઓ સ્ત્રી શક્તિ સમાગમ કાર્યક્રમમાં પીએમ મોદીને ભેટ આપશે.સેન્ડ આર્ટીસ્ટ દ્વારા પીએમ મોદીને આ ભેટ આપવામાં આવશે જે તેઓને ગમશે તેવી આશા રાખીએ છીએ. મહત્વનું છે કે થ્રિશૂરમાં સ્ત્રી શક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં મહિલાઓની હશે વિશાળ જનમેદની
આ અંગે કે સુરેન્દ્રનનું કહેવું છે કે મોદી 3 જાન્યુઆરીએ કેરળમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓના સભાને સંબોધિત કરશે. સુરેન્દ્રને કહ્યું કે ‘સ્ત્રી શક્તિ સમાગમ’ કાર્યક્રમનું આયોજન પીએમ મોદીને સંસદના બંને ગૃહોમાં સફળતાપૂર્વક મહિલા અનામત બિલ પસાર કરવા બદલ અભિનંદન આપવા માટે કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બિલના ઐતિહાસિક પાસ થયા બાદ માત્ર રાજ્ય સ્તરે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ હશે. જેમાં આંગણવાડી શિક્ષકો, આશા કાર્યકરો, સાહસિકો, મનરેગા અને સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકરો સહિત વિવિધ પૃષ્ઠભૂમિની મહિલાઓ થેક્કિંકડુ મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.


