- 4 વર્ષના બાળકની માતાએ કરી હત્યા
- હત્યા કરી લાશ બેગમાં ભરીને ગોવાથી ગઇ કર્ણાટક
- પોલીસે કર્ણાટકથી મહિલાની અટકાયત કરી હાથ ધરી પૂછપરછ
ગોવામાં માતાએ 4 વર્ષના બાળકની હત્યા કરીને તેની લાશ બેગમાં ભરીને કર્ણાટક ભાગી ગઇ હતી. આ ઘટનાને ચકચાર મચાવી દીધી છે. કે માતા પોતાના બાળકની હત્યા કેવી રીતે કરી શકે ? વળી આ 39 વર્ષની આ મહિલા કે જેનુ નામ સૂચના શેઠ છે. તે AI સ્ટાર્ટઅપની CEO છે. તેની ધરપકડ કરવામાં આવી છે જેમાં હત્યાને લઇને ચોંકાવનારા ખુલાસા થયા છે.
કર્ણાટકથી મહિલાની અટકાયત કરી
39 વર્ષીય બેંગલુરુ સ્થિત બિઝનેસવુમન સૂચના શેઠ AI સ્ટાર્ટઅપની CEO છે. તેના 4 વર્ષના પુત્રની હત્યા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તેણીએ ગોવાના કેન્ડોલિમમાં એક સર્વિસ એપાર્ટમેન્ટમાં તેના પુત્રની હત્યા કરી હતી અને પછી તેના મૃતદેહને બેગમાં પેક કરીને કારમાં રાખી હતી અને ત્યાંથી કર્ણાટક ભાગી રહી હતી.
કેવી રીતે ઝડપાઇ મહિલા ?
મહિલા ચેક આઉટ કરીને એપાર્ટમેન્ટમાંથી નીકળી. ત્યારબાદ હાઉસકીપિંગ સ્ટાફને ત્યાં લોહીના ડાઘ જોવા મળ્યા હતા. જેથી તેણે તરત જ ગોવા પોલીસને તેની જાણ કરી. જો કે, ત્યાં સુધીમાં આ મહિલા કર્ણાટક પહોંચી ગઈ હતી, તેથી ગોવા પોલીસે કર્ણાટક પોલીસને એલર્ટ કરી હતી, ત્યારબાદ તેને ચિત્રદુર્ગ જિલ્લાના આઈમંગલા પોલીસ સ્ટેશન દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી હતી.
કેમ કરી પુત્રની હત્યા ?
સુચના શેઠે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા અને આ બાળકનો જન્મ 2019માં થયો હતો. જોકે, બાદમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને વર્ષ 2020માં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. કોર્ટે તેના પતિને દર રવિવારે તેમના બાળકને મળવાની મંજૂરી આપી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન સૂચના શેઠે જણાવ્યું હતું કે તેને ડર હતો કે જો તેનો પતિ આ રીતે પુત્રને મળતો રહ્યો તો બાળકની કસ્ટડી તેના પિતાને મળી જશે. આથી તેણે પોતાના સંતાનને ગુમાવવાના ડરથી હોશ ગુમાવી બેઠી અને પોતાના પ્રિય પુત્રની હત્યા કરી નાંખી.
કોણ છે સુચના શેઠ ?
સૂચના શેઠ માઇન્ડફુલ AI લેબ નામની કંપનીના સીઈઓ છે. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર કામ કરતી આ કંપનીને ચાર વર્ષથી વધુ સમયથી લીડ કરી રહી છે. આ પહેલા તે બેંગ્લોરમાં બૂમરેંગ કોમર્સમાં સિનિયર ડેટા સાયન્ટિસ્ટ હતી. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એસ્ટ્રોફિઝિક્સ સાથે પ્લાઝમા ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે, જ્યાં તેઓ વર્ષ 2008માં પ્રથમ ક્રમે રહ્યા હતા.


