- મહુઆ મોઇત્રાને સરકારી મકાન ખાલી કરવા મળી નોટિસ
- એક મહિનાની અંદર ઘર ખાલી કરવા જણાવ્યું હતું
- તેમ છતાં ઘર ખાલી ન કરતા નોટિસ ફટકારવામાં આવી
ટીએમસી મહુઆ મોઇત્રાનું 8 ડિસેમ્બરે સાંસદ સભ્યતા રદ કરવામાં આવી હતી. તે દિવસથી લઇને આજ દિવસ સુધી મહુઆ મોઇત્રાની મુશ્કેલી બંધ થવાનું નામ નથી લેતી. હવે મોઇત્રાને સરકારી મકાન ખાલી ન કરવા શહેરી વિકાસ મંત્રાલય હેઠળ ડાયરેક્ટોરેટ ઓફ એસ્ટેટ વિભાગે નોટિસ પાઠવી છે.
શું કહ્યું નોટિસમાં ?
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એક મહિનો થવા છતાં પણ સરકારી મકાન ખાલી કેમ કરવામાં આવ્યું નથી. લોકસભામાંથી હાંકી કાઢવામાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાએ ગુરુવારે સરકારી આવાસને રદ કરવા અને તેને 7 જાન્યુઆરી, 2024 સુધીમાં ખાલી કરવાના આદેશ સામે દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી. આદેશ અનુસાર મોઇત્રાનું સત્તાવાર નિવાસ 14 ડિસેમ્બરથી રદ કરવામાં આવ્યું હતું. 7 જાન્યુઆરી, 2024 સુધીમાં તેને ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી.
મહુઆએ અરજી કરી હતી
મોઇત્રાએ ઘર ખાલી કરવાના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી. અરજીમાં મોઇત્રાએ દિલ્હીમાં સાંસદ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બંગલો ખાલી કરવાના આદેશને પડકાર્યો હતો. મહુઆ મોઇત્રાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તે લોકસભા ચૂંટણી 2024 સુધી ઘરમાં રહેવાની પરવાનગી માટે એસ્ટેટ ડિરેક્ટરનો સંપર્ક કરશે. જોકે હવે તેમને નોટિસનો જવાબ આપવો પડશે.
તમારે સરકારી આવાસ ક્યારે ખાલી કરવું પડશે?
ટીએમસી નેતા મહુઆને ટેલિગ્રાફ લેન પર પોતાનો સરકારી બંગલો મળ્યો હતો. કાયદા અનુસાર, સંસદ સભ્યપદ છોડ્યા પછી માત્ર એક મહિના માટે સરકારી આવાસ રાખી શકાય છે. સુધારેલા કાયદા મુજબ, એસ્ટેટ અધિકારી સરકારી આવાસમાંથી અનધિકૃત લોકોને બહાર કાઢવાના 3 દિવસ પહેલા કારણ બતાવો નોટિસ આપી શકે છે. પહેલા આ સમયગાળો 60 દિવસનો હતો.
મહુઆને સંસદમાંથી હાંકી કાઢવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે સંસદની એથિક્સ કમિટીએ સંસદમાં પૈસા લેવા અને પ્રશ્નો પૂછવાના મામલે લોકસભામાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેના પર લોકસભામાં ચર્ચા બાદ મહુઆ મોઇત્રાને સંસદના સભ્યપદેથી હાંકી કાઢવામાં આવી હતી. મહુઆ મોઇત્રા પર સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી ભેટ લેવાનો આરોપ છે. જેમાં ટીએમસી સાંસદ હિરાનંદાની પાસેથી 2 કરોડ રૂપિયાની કાર અને રોકડ લેવાનો પણ સમાવેશ થાય છે. જોકે, મહુઆએ પૈસાની લેવડ-દેવડની બાબતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. મોઇત્રા સામે એવા પણ આરોપો હતા કે તેણીએ તેણીની સંસદનું લોગિન આઈડી અને પાસવર્ડ હિરાનંદાની સાથે શેર કર્યો હતો.


