- હરિયાણાના સિરસાની ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીમાં મોટું કારસ્તાન
- પ્રોફસરે 500થી વધુ છોકરીઓનું યૌન શૌષણ કર્યું
- પીડિતાઓએ CM ખટ્ટરને પત્ર લખીને કરી ફરીયાદ
હરિયાણાના સિરસાની ચૌધરી દેવીલાલ યુનિવર્સિટી મોટા સેક્સ સ્કેન્ડલ સામે આવતા હડકંપ મચ્યો છે. અનેક વિદ્યાર્થિનીઓ લંપટ પ્રોફેસરની હેરાનગતીના શિકાર બની રહી છે. તેવામાં સિરસાની ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીની 500 વિદ્યાર્થિનીઓએ એક પ્રોફેસર પર યૌન શૌષણના ગંભીર આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી મુજબ હરિયાણાના સિરસાની ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીની 500 વિદ્યાર્થિનીઓએ એક પ્રોફેસર પર યૌન શૌષણના ગંભીર આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીઓએ CM મનોહરલાલ ખટ્ટર, રાજ્યપાલ અને મહિલા આયોગને ફરીયાદ લખી છે. પત્રમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીઓ પ્રત્યે અયોગ્ય અને અશ્લીલ વર્તનનો આરોપ મૂકવામાં આવ્યો છે.
500 વિદ્યાર્થિનીઓએ લેટરમાં શું લખ્યું
500 વિદ્યાર્થિનીઓએ તેમના પત્રમાં લખ્યું હતું કે, પ્રોફેસર લંપટવૃતિનો છે, તે અવારનવાર વિદ્યાર્થીઓને ચેમ્બરમાં બોલાવે છે અને તેમની સાથે અશ્લિલ કૃત્યો કરે છે. છોકરીઓએ એવું પણ કહ્યું કે, જ્યારે તેમણે વિરોધ કર્યો તો પ્રોફેસર તેમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો. ત્યાર બાદ પ્રોફેસરના અશ્લિલ કૃત્યોનો ભોગ બનેલી પીડિતાઓએ હરિયાણાના CM ખટ્ટરને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લંપટ પ્રોફેસરે તેમની સાથે શું કર્યું હતું તેની આપવીતિ જણાવી હતી.
લંપટ પ્રોફેસરની અગાઉ પણ ગેરરીતિ ઝડપાઇ
આરોપોની ગંભીરતાના જવાબમાં આ મામલાની સંપૂર્ણ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. આ પહેલીવાર નથી જ્યારે પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હોય, પરંતુ અગાઉ તેને કોઈ પણ ગેરરીતિમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.


