- પ્રજાસત્તાક દિવસે પરેડ માટેની તૈયારીઓ પૂર જોશમાં
- ભારતીય વાયુસેનાની ટુકડીનો ભાગ બનશે મહિલા અગ્નવીર
- પરેડમાં દિલ્હીના NCC શિબિરના કુલ 2274 કૈડેટો લેશે ભાગ
આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમા ભારતીય વાયુસેનાની ટુકડીનો ભાગ મહિલા અગ્નવીર સેના બનવા જઇ રહી છે. આ વિશેની માહિતી ભારતીય વાયુસેના (IAF) દ્વારા આપવામા આવી હતી. આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડમાં આ વર્ષે દિલ્હીના NCC શિબિરના કુલ 2274 કૈડેટો ભાગ લેવા જઈ રહ્યા છે. આનાથી મહિલા કૈડેટોની ભાગીદારીમા વઘારો જોવા મળશે.
પ્રજાસત્તાક દિવસની ઊજવણીની તૈયારીઓ તેજ
આ વર્ષની પ્રજાસત્તાક દિવસની ઊજવણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ વર્ષે ભારતીય વાયુસેનાની ટુકડીનો ભાગ મહિલા અગ્નવીર સેના પણ બનવાની છે.સુરક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વની 45 છોકરીઓનો એક બેન્ડ પ્રથમ વખત શિબિરમાં ભાગ લઈ રહ્યું છે. આ બેન્ડના સભ્યો 13 થી 15 વર્ષની વયના છે. જે ઉત્તર પૂર્વના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. દેશના દર ખૂણે NCCની પહોંચનું પ્રદર્શન કરતા હોય છે. ગયા વર્ષે, 2023 માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 710 છોકરીઓ સહિત કુલ 2155 કૈડેટોએ ભાગ લીધો હતો.
2 મહિલા ટુકડીઓની કૂચ કરવાનો કાર્યક્રમ યોજાશે
આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સુરક્ષા દળોની બે મહિલા ટુકડીઓની કૂચ કરવાનો કાર્યક્રમ પણ યોજવામા આવ્યો છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, 144 કર્મચારીઓની એક ટુકડીમાં તમામ મહિલા સૈનિકો રાખવામા આવશે. જેમાંથી 60 સેનાથી અને બાકીની ભારતીય વાયુસેના અને નૌકાદળમા રહેશે. અન્ય મહિલા ટુકડીઓ સશસ્ત્ર દળોની તબીબી સેવાઓના ડિરેક્ટોરેટ જનરલમાથી કરવામા આવશે. જેમાં લશ્કરી સેનાવોની સેવા માટેની નર્સો શામેલ હશે અને પરેડમાં તેમની દેખરેખ મહિલા ડોકટરો દ્વારા કરાશે.


