- ગોવા મર્ડર કેસમાં CEO સુચના સેઠની મુસીબતમાં વધારો થયો છે
- ગોવાની ચિલ્ડ્રન કોર્ટે પોલીસ કસ્ટડીમાં પાંચ દિવસનો વધારો કર્યો છે
- પોલીસે કોર્ટને કહ્યું કે CEO સહકાર નથી આપી રહ્યા
ગોવા હત્યા કેસમાં ચિલ્ડ્રન કોર્ટે બેંગલુરુના સીઈઓ સુચના સેઠની પોલીસ કસ્ટડી વધારી દીધી છે. પોલીસે શેઠને ચિલ્ડ્રન કોર્ટમાં રજૂ કરી વધારાના રિમાન્ડની માંગણી કરી હતી. આ પછી કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડી વધારી દીધી છે. સુચના સેઠ પર ગોવાની એક હોટલમાં તેના ચાર વર્ષના પુત્રનું ગળું દબાવીને હત્યા કરવાનો આરોપ છે, તો બીજી તરફ સુચના સેઠ સતત પોતાને નિર્દોષ જાહેર કરી રહી છે.
પોલીસ કસ્ટડી કેમ વધી?, સૂચના સેઠ પર તેના ચાર વર્ષના પુત્રની હત્યાનો આરોપ
જ્યારે સુચના સેઠને ગોવાની ચિલ્ડ્રન કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે પોલીસે મહિલા સીઈઓ પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો. આ પછી કોર્ટે તપાસ માટે પોલીસને વધુ પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા. હવે ચિલ્ડ્રન કોર્ટના આદેશ બાદ સુચના સેઠે 19 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે. આ સમય દરમિયાન, પોલીસ દુ:ખદ ઘટનાને લગતી વિગતો બહાર લાવવા માટે આરોપીની વધુ પૂછપરછ કરશે.
સામસામે બેસી પૂછપરછ
એક દિવસ પહેલા, પોલીસે સુચના સેઠ અને તેના પતિને આમને સામને બેસાડી પુછપરછ કરી હતી. આ દરમિયાન સૂચના સેઠે કહ્યું હતું કે જ્યાં સુધી હું કસ્ટડીમાં છું ત્યાં સુધી તમે આઝાદ છો. પોલીસના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેણે બાળકની હત્યા કરવાનો ઇનકાર કર્યો હતો. સુચના શેઠનું તેના પતિ સાથે આ રીતે મળવાનુ કાલંગુટ પોલીસ સ્ટેશનમાં થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ દરમિયાન પતિ વેંકટ રમણે કહ્યું કે જો તેં બાળકને માર્યો નથી તો તેની હત્યા કોણે કરી? હાલમાં જ પોલીસે પતિને હાજર થવા નોટિસ પાઠવી હતી. બાળકની હત્યા થઈ ત્યારે તે ઈન્ડોનેશિયામાં હતો. બાળકના મૃત્યુના સમાચાર મળ્યા બાદ વેંકટ 9 જાન્યુઆરીએ ભારત આવ્યો હતો.


