- D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી 2025 સુધીમાં ઉપલબ્ધ થશે : કેન્દ્ર
- D2M ટેક્નોલોજીનું પ્રથમ તબક્કામાં દેશના 19 શહેરોમાં પરીક્ષણ થશે
- 25-30 ટકા વીડિયો ટ્રાફિક D2M પર શિફ્ટ થવાથી 5ય્ નેટવર્ક્સ અવરોધરહિત બનશે
ટૂંક સમયમાં મોબાઇલ ફોન યૂઝર્સ તેમના ફોનમાં સિમ કાર્ડ કે ઇન્ટરનેટ કનેક્શન વિના વીડિયો જોઇ શકશે. ડાયરેક્ટ ટુ મોબાઇલ (D2M) બ્રોડકાસ્ટિંગ નજીકના ભવિષ્યમાં વાસ્તવિકતા બનશે. કેન્દ્રીય માહિતી-પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ એક બ્રોડકાસ્ટિંગ સમિટને સંબોધતા કહ્યું કે D2M ટેક્નોલોજીની ટૂંક સમયમાં દેશના 19 શહેરોમાં ટ્રાયલ લેવાશે. 25-30 ટકા વીડિયો ટ્રાફિક D2M પર શિફ્ટ થવાથી 5ય્ નેટવર્ક્સ અવરોધરહિત બનશે. ગત વર્ષે D2M ટેક્નોલોજીના ટેસ્ટિંગ માટે દિલ્હીના કર્તવ્ય પથ પર તેમજ બેંગલુરુ અને નોએડામાં પાઇલટ પ્રોજેક્ટ્સ હાથ ધરાયા હતા. D2M ટેક્નોલોજી દેશભરના અંદાજે 8-9 કરોડ ‘ટીવી ડાર્ક’ હોમ્સ (ટીવી ન ધરાવતા ઘરો) સુધી પણ પહોંચશે. દેશના 28 કરોડ પરિવારો પૈકી 19 કરોડ પરિવારોમાં જ ટીવી છે. દેશમાં 80 કરોડ સ્માર્ટફોન છે અને યુઝર્સ દ્વારા એક્સેસ કરાતું 69 ટકા કન્ટેન્ટ વીડિયો ફોરમેટમાં હોય છે.
ચંદ્રાએ ઉમેર્યું હતું કે વીડિયોના હેવી યૂઝને કારણે મોબાઈલ નેટવર્ક્સ ભરાઇ જવાના પરિણામે કન્ટેન્ટ બફરિંગ થાય છે.
D2M શું છે? તેના ફાયદા જાણો
D2M એક ડાયરેક્ટ ટુ મોબાઇલ બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી છે, જે માટે ઇન્ટરનેટની જરૂર નથી. ડ્ઢ2સ્ની મદદથી તમે તમારા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ વિના વીડિયો જોઇ શકો છો. તેનો મોટો ફાયદો એ થશે કે એવા વિસ્તારોના યૂઝર્સ પણ ઇન્ટરનેટ/ઓટીટી એપ્સ પર વીડિયો જોઇ શકશે કે જ્યાં મોબાઇલ ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી. D2Mના લૉન્ચિંગ બાદ વીડિયો જોવા માટે હાઇ સ્પીડ ઇન્ટરનેટની જરૂર નહીં રહે. જોકે માર્કેટમાં હાલ જે મોબાઇલ ફોન્સ ઉપલબ્ધ છે તેમાં D2M સપોર્ટ નહીં કરે.


