- યુપી ATSએ અત્યાર સુધીમાં ISIS અલીગઢ મોડયૂલના આઠ આરોપીની ધરપકડ કરી છે
- પકડાયેલા આતંકવાદી ફૈઝાન બખ્તિયાર પર 25 હજારનું ઇનામ જાહેર કરાયું હતું
- અત્યાર સુધીમાં આ મોડયૂલના આઠ આરોપીની ધરપકડ થઈ છે
આતંકવાદી સંગઠન ISISના અલીગઢ મોડયૂલ સાથે સંકળાયેલા ઇનામી આતંકવાદીની યુપી ATSએ અલીગઢથી ધરપકડ કરી છે. પકડાયેલા આતંકવાદી ફૈઝાન બખ્તિયાર પર 25 હજારનું ઇનામ જાહેર કરાયું હતું. અત્યાર સુધીમાં આ મોડયૂલના આઠ આરોપીની ધરપકડ થઈ છે. ફૈઝાને પ્રયાગરાજના રિઝવાન અશરફ દ્વારા ISISની બૈયત (સોગંદ) લીધી હતી. સૂત્રોએ જણાવ્યું કે ફૈઝાને પોતાના કેટલાક સાથીઓ સાથે અલીગઢનું ISIS મોડયૂલ બનાવ્યું હતું. આ બધા આરોપી ISISના સોગંદ લઈ ચૂક્યા છે. જોકે બધાની ATSએ ધરપકડ કરી લીધી છે. ફૈઝાન બખ્તિયાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં માસ્ટર ઇન સોશિયલ વર્કનો અભ્યાસ કરતો હતો. ATS ફૈઝાનને કસ્ટડી રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરશે. આની પહેલાં નવેમ્બરમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પેટ્રોકેમિકલમાં બીટેક કરનારા અબ્દુલ્લા અર્સલાનની યુપી ATSએ ધરપકડ કરી હતી. ATSનો દાવો છે કે અર્સલાન ISIS સંગઠન સાથે સંકળાયેલો છે અને તે અહીં જેહાદ માટે ફોજ બનાવતો હતો.


