- 5 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળમાં ઈડી પર હુમલો થયો હતો
- ઈડી પર 800 થી 1000 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો
- ટીએમસી નેતા શાહજહાંના ઘરે દરોડા પાડવા ગઈ હતી ટીમ
તાજેતરમાં જ તપાસ એજન્સી 5 જાન્યુઆરીના રોજ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં એન્ફોર્સમેનટ્ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર હુમલાની ઘટના બની હતી. જેમાં ઈડીએ કહ્યું કે, અમારી ટીમ પર 800 થી 1000 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.
સીબીઆઈ અને પીલીસની સંયુક્ત SIT તપાસ
આ કેસને લઈને આજે હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ કર્યો છે. બંગાળમાં ઈડીની ટીમ પર હુમલાના મામલામાં હાઈકોર્ટનો આદેશ છે કે હવે આ કેસની તપાસ CBI અને પોલીસની સંયુક્ત SIT કરશે. પશ્ચિમ બંગાળમાં ED અધિકારીઓ પરના હુમલા અંગે, કલકત્તા હાઇકોર્ટે બુધવારે આદેશ આપ્યો કે, કેસની તપાસ CBI અને પોલીસની સંયુક્ત SIT ટીમ દ્વારા કરવામાં આવે.
ઈડી પર હુમલાની ઘટના
તપાસ એજન્સી ઈડીએ શુક્રવારે 5 જાન્યુઆરીના રોજ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર થયેલા હુમલાને લઈને મોટો દાવો કર્યો છે. EDએ કહ્યું કે અમારી ટીમ પર 800 થી 1000 લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ મોબાઈલ, લેપટોપ અને રોકડની લૂંટ ચલાવી હતી. EDએ કહ્યું, “ED પશ્ચિમ બંગાળ PDS કૌભાંડ કેસમાં ઉત્તર 24 પરગણા TMCના કન્વીનર શાહજહાં શેખના 3 પરિસરમાં સર્ચ કરી રહ્યું હતું.” સર્ચ દરમિયાન EDની ટીમ અને CRPFના જવાનો પર 800-1000 લોકોએ તેમની હત્યા કરવાના ઈરાદે એક કોમ્પ્લેક્સમાં હુમલો કર્યો હતો, કારણ કે આ લોકો લાકડીઓ, પથ્થરો અને ઈંટો જેવા હથિયારોથી સજ્જ હતા.
મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ, પાકીટની લૂંટ કરી
EDએ વધુમાં કહ્યું કે, “આ ઘટનામાં EDના ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.” ઘાયલ ED અધિકારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હિંસક ટોળાએ ED અધિકારીઓના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ, પાકીટ વગેરે જેવી અંગત અને સત્તાવાર વસ્તુઓ પણ લૂંટ કરી. EDના કેટલાક વાહનોને પણ ખરાબ રીતે નુકસાન થયું હતું.
વાહનોમાં તોડફોડ કરી હુમલો કર્યો હતો
ટીએમસી નેતા શાહજહાંના સમર્થકો દ્વારા ED અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. રાશન વિતરણ કેસની તપાસના સંદર્ભમાં તપાસ એજન્સી ઉત્તર 24 પરગણા જિલ્લામાં શાહજહાંના ઘરે દરોડા પાડવા ગઈ હતી.


