- ચંપઈ સોરેન બનશે ઝારખંડના નવા મુખ્યમંત્રી
- ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા
- હેમંત સોરેન રાજભવન પહોંચ્યા
જમીન કૌભાંડમાં EDની પૂછપરછ ચાલુ છે. આ કેસમાં ગમ્મે ત્યારે હેમંત સોરેનની ધરપકડ થઈ શકે છે. હેમંત સોરેનની ધરપકડ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચંપઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની EDની પૂછપરછ હજુ પણ ચાલી રહી છે. એવામાં સમાચાર સામે આવ્યા છે કે હેમંત સોરેન 15 દિવસ સુધી રાંચીમાં EDની કસ્ટડીમાં રહી શકે છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. રાંચીમાં સીએમ આવાસની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત છે. આ ઉપરાંત ડીજીપી અને પ્રિન્સિપલ સેક્રેટરી પણ સીએમ આવાસ પર પહોંચી ગયા છે. કથિત જમીન કૌભાંડમાં EDની ટીમ તેની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી રહી છે. આ પહેલા મંગળવારે સીએમ સોરેન 40 કલાક બાદ અચાનક દિલ્હીથી રાંચી પહોંચ્યા હતા.
ચંપઈ સોરેન બનશે ઝારખંડના નવા સીએમ
સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બની શકે છે. તેઓ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે.
JMMના ધારાસભ્યો રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા
ઝારખંડમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. દરમિયાન, ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના ધારાસભ્યો રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા છે.
હેમંત સોરેને દિલ્હીથી રાંચી સુધી 1250 કિલોમીટરથી વધુ સડક માર્ગે મુસાફરી કરી હતી. અહીં તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતાઓ અને સહયોગી ધારાસભ્યોને મળ્યા. આ બેઠકમાં સીએમ સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતા. જો કે તેઓ ધારાસભ્ય નથી. JMMનું કહેવું છે કે બેઠકમાં વધુ વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી છે. બેઠકોમાં, ધારાસભ્યોએ હેમંત સોરેન સરકાર સાથે એકતા વ્યક્ત કરી અને કોઈના નામ વગર સમર્થનના પત્ર પર સહી પણ કરી.


