- જાફરાબાદના ટીંબી ગામે ભાઈએ કરી ભાઈની હત્યા
- ટુવ્હીલર લઈ જવા બાબતે મારામારી બાદ હત્યા
- પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે હત્યાની ઘટના ઘટી છે, જેમાં નાના ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી છે. વાહન લઇ જવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં નાના ભાઈએ મોટા ભાઈને પછાડી દેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેને ભાઈ-ભાઈના સંબંધને કલંક લગાવ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે હત્યાની ઘટના બની છે.જેમાં નાના ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી છે. એટલું જ નહીં વાહન લઇ જવા જેવી સામાન્ય બાબતે આ બનાવ બન્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, અમરેલીના જાફાબાના ટીંબી ગામે વાહન લઇ જવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં નાના ભાઈએ મોટા ભાઈને પછાડી દેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ત્યાર બાદ ઘટનાની જાણ થતાં નાગેશ્રી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈ ભાવનગર સર ટી. સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. નાગેશ્રી પોલીસે FSLની ટીમ અને DYSPને ઘટનાની જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
આ પછી પોલીસ દ્વારા મોટા ભાઈની હત્યા કરનાર નાના ભાઈને નાગેશ્રી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


