- સૂપમાં જીવાત નિકળ્યાની ફરિયાદને લઈ કાર્યવાહી
- ફૂડ બિઝનેસ કરતા લોકોને સર્ટિ લેવાની કરાઈ તાકીદ
- પેસ્ટ કંટ્રોલ અને કિચન વેસ્ટ કોન્ટ્રાક્ટ લેવા કરાઈ તાકીદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા આશ્રમ રોડ પર આવેલી હોટલ ફેર ફિલ્ડ બાય મેરીયોટને કલોઝનર નોટીસ ફટકારવામાં આવી છે.ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ નિયમોનું પાલન ન જણાતાં તેમના કિચનમાં ખાદ્ય પદાર્થ ન બનાવવા માટે ક્લોઝર નોટિસ આપી તેને બંધ કરવામાં આવી છે, સાથે ફૂડ બિઝનેસ કરનારા ને તેમના ધંધાના સ્થળે પેસ્ટ કંટ્રોલ અને કિચન વેસ્ટ કોન્ટ્રાક્ટ અંગેનું સર્ટિફિકેટ મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે.
ફૂડ વિભાગ એકશનમાં
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા હોટ ફેર ફિલ્ડ બાય મેરીયોટને કલોઝર નોટીસ આપી છે,આજે તંત્ર દ્વારા હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ,મહત્વનુ છે કે આજ હોટલમાં સૂપમાંથી જીવાત નિકળવાની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી,તો ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ નિયમોનું પાલન આ હોટલ કરી રહી હતી નથી,જેના કારણે કલોઝર નોટીસ આપી સચેત કરાયા છે.
એક મહિના અગાઉ પણ બે હોટલને સીલ કરી
ફૂડ વિભાગની ટીમે પ્રહલાદનગર ચાર રસ્તા નજીક આવેલ ધી ગુડ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. જ્યાંથી શંકાસ્પદ સેવ ખમણી અને મીઠી ચટણીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે જાહેર આરોગ્યના હિતમાં રેસ્ટોરન્ટને સીલ મારીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ- 2006 અન્વયેના શિડયુલ-4નું કડકપણે પાલન કરવા તાકીદ કરી નોટિસ ફટકારવામાં આવી હતી. આવી જ રીતે મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પર આવેલ જલારામ પરાઠા હાઉસમાં ચેકિંગ હાથ ધરીને શંકાસ્પદ દાળ અને મન્ચ્યૂરિયનનો નમૂનો લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે જલારામ પરાઠા હાઉસને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના શિડયુલ 4 નું કડકપણે પાલન કરવા તાકીદ કરી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી.


