By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    51 minutes ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જય ગીરનારી! લીલી પરિક્રમાનો શ્રધ્ધાપૂર્ણ શુભારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતજૂનાગઢ

 જય ગીરનારી! લીલી પરિક્રમાનો શ્રધ્ધાપૂર્ણ શુભારંભ

Editor
Last updated: 2026/11/20 at 3:22 PM
14 minutes ago
Share
 જય ગીરનારી! લીલી પરિક્રમાનો શ્રધ્ધાપૂર્ણ શુભારંભ
SHARE

 ગરબા ગિરનારની ગોદમાં ભજન, ભોજન, ભકિતનો સંગમ

 જય ગીરનારી! લીલી પરિક્રમાનો શ્રધ્ધાપૂર્ણ શુભારંભ

 પ્રથમ દિવસે જ 3૬ કિ.મી.ની પરીક્રમા માટે બે લાખથી વધુ ભાવિકો રવાના, શ્રધ્ધાળુઓનો ઘસારો વધતા મુહૂર્ત પહેલા જ ઇટાવા ગેટના દરવાજા તંત્ર દ્વારા ખોલી નખાયા

ચાર દિવસમાં ૧૫ લાખથી વધુ ભાવિકો પુણ્યનું ભાથુ બાંધવાનો અંદાજ : અન્નક્ષેત્ર ધમધમવા લાગ્યા : જય ગીરનારીના નાદથી સમગ્ર જંગલ ગુંજી ઊઠયું : સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર વ્યવસ્થા કરાઇ

 ગુજરાત સહિત અન્ય રાજયમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડતા ઉતારાઓ, આશ્રમો, હોટેલ સહિતના સ્થળો હાઉસફૂલ

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢમાં ગિરનારની ગોદમાં 36 કિલોમીટરના જંગલ વિસ્તારમાં યોજાતી ઐતિહાસિક લીલી પરિક્રમા આજે (20 નવેમ્બર) દેવઉઠી અગિયારસની મોડી રાત્રે વિધિવત રીતે શરૂ થઇ છે. જો કે, પરિક્રમાના પ્રારંભ પૂર્વે જ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અલગ-અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભવનાથ ક્ષેત્રમાં ઉમટી પડ્યા હતા. નિર્ધારિત સમય કરતાં વહેલા જ ઇટવા ગેટ નજીક શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકત્રિત થઈ જતાં, વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા તથા સુગમતાને ધ્યાનમાં રાખીને પરિક્રમાનો ગેટ વહેલો ખોલી દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

​ગેટ ખુલતાની સાથે જ ‘જય ગિરનારી’ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને હજારોની સંખ્યામાં ભાવિકોએ પરિક્રમાના પ્રથમ ચરણ તરફ પ્રયાણ કર્યું હતું. વહીવટી તંત્ર દ્વારા ભીડનું સુચારું સંચાલન થાય તે માટે પોલીસ બંદોબસ્ત, વન કર્મીઓની ટીમ અને મેડિકલ સુવિધા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર સતત ખડેપગે રહીને દેખરેખ રાખી રહ્યું છે.

જૂનાગઢના ​મામલતદાર એ. કે. બારૈયાએ જણાવ્યું કે, શ્રદ્ધાળુઓની વધતી ભીડ વચ્ચે ટ્રાફિક મેનેજમેન્ટ ન બગડે અને કાયદો-વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે 6 કલાકે ઈટવા ગેટ ચોકીથી ગેટ ખોલીને પરિક્રમા શરૂ કરાવી છે. અત્યાર સુધીમાં ભાવનાથ પરિસરથી ઈટવા ગેટ સુધીના વિસ્તારમાં અંદાજે બે લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હોવાનો અંદાજ છે. હજુ પણ શ્રદ્ધાળુઓની આવક યથાવત્ રહી છે.

આજે રાતે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. જ્યારે બીજી તરફ પરિક્રમા રૂટ પર વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. પરિક્રમા વહેલી શરૂ થવા છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિધિવત પરિક્રમા રાત્રે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શરૂ થવાની હતી, પરંતુ તે પૂર્વે જ ગુજરાત સહિત દેશ-વિદેશથી લાખો ભક્તો ભવનાથમાં ઉમટી પડ્યા હતા. હોટેલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ જતાં દેવભૂમિ દ્વારકાના કરશનભાઈ, જામનગરના જયદીપ મકવાણા તેમજ થાનગઢના વસંતબેન અને ગીતાબેન પ્રજાપતિ સહિતના યાત્રાળુઓએ રહેવા-સૂવાની સુવિધાના અભાવે પરેશાની વ્યક્ત કરી હતી. વડીલો સહિત ભક્તો કલાકોથી રાહ જોઈ રહ્યા હોવાથી અને જંગલમાં તબક્કાવાર પ્રવેશ મળે તો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શ્રદ્ધાળુઓએ તંત્રને વહેલો ગેટ ખોલવા નમ્ર અપીલ કરી હતી.

50 અન્નક્ષેત્રોમાં હજારો કિલો અનાજ-શાકભાજીનો વપરાશ

જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે, આ ધાર્મિક ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ દ્વારા ઉતારામાં રહેવાની અને અન્નક્ષેત્રમાં જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક હોય છે..વર્તમાન વર્ષે પરિક્રમા દરમિયાન અંદાજે 50 જેટલા નાના મોટા અન્નક્ષેત્ર કાર્યરત છે. અને આ સેવાયજ્ઞને કારણે જૂનાગઢના અર્થતંત્રમાં ઉછાળો આવે છે. આખરે કેવી રીતે સ્થાનિક વેપારીઓને ફાયદો થાય છે તે વિવિધ વસ્તુઓના વપરાશથી સમજશો તો વધારે સમજાશે. એક અન્નક્ષેત્રમાં અંદાજે 25 ડબ્બા શુદ્ધ ઘીની જરૂર પડે છે. જ્યારે તેલના 150 ડબ્બાની જરૂર પડે છે. ખાંડના 25 કટ્ટાની જરૂર પડે છે અને ઘઉંના લોટના 100 કટ્ટાની જરૂર પડે છે. તેવી જ રીતે બેસનના 100 કટ્ટાની જરૂર પડે છે, જ્યારે દાળ-ચોખાના 100 કટ્ટાનો વપરાશ થાય છે. આ ઉપરાંત મસાલા, તેજાના અને મીઠાનો ઉપયોગ અંદાજે 300 કિલો જેટલો થાય છે. જ્યારે 10 હજાર કિલો શાકભાજી અને 5 હજાર લિટર દૂધ વપરાય છે. આ તો થઈ એક અન્નક્ષેત્રની વાત, આવા તો અનેક અન્નક્ષેત્રો છે. એટલે ખાદ્ય સામગ્રીનો સામાન્ય કરતાં બમણાંથી વધુ ઉપાડ માત્ર 5 દિવસ દરમિયાન થાય છે..એટલે જો રૂપિયામાં વાત કરીએ તો 5 દિવસ દરમિયાન જૂનાગઢના અર્થતંત્રમાં 40થી 50 કરોડ રૂપિયાના ટર્નઓવરનો ઉછાળો આવે છે.

2,241 સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત

ગિરનારની લીલી પરિક્રમામાં યાત્રાળુઓની સુખ-સુવિધા, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા કુલ 2,241 સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિશાળ કાફલામાં 1 ASP, 6 DYSP, 29 PI, 83 PSI, 269 ASI/HC, 692 પોલીસ કોન્સ્ટેબલ, 92 SRP, 218 હોમગાર્ડ, 615 GRD, 67 SRD, 145 તાલીમાર્થી અને 24 SDRF જવાનો ખડેપગે ફરજ બજાવશે. ​સમગ્ર પરિક્રમા રૂટ અને શહેરની સુરક્ષા વ્યવસ્થાને 10 ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં ભવનાથ, માળવેલા, સીટી, નળપાણી ઘોડી, બોરદેવી, ગીરનાર, ઝીણાબાવાની મઢી, રૂપાયતન, પરબધામ અને ભેસાણ મો.સા. પેટ્રોલિંગ ઝોનનો સમાવેશ થાય છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, પરિક્રમાવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ વખત અંદર આવેલી રાવટીઓ પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે અને મહત્વના વિસ્તારોમાં ડ્રોન કેમેરા મારફતે પણ નજર રાખવામાં આવશે. લાખો શ્રદ્ધાળુઓની ભીડનો લાભ લઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવા આવતા અસામાજિક તત્વો પર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સર્વેલન્સની પાંચ ટીમો કાર્યરત રાખવામાં આવી છે.

You Might Also Like

વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક

વિજળીના ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેકટનો દક્ષિણ તરફથી પ્રારંભ

અલનીનોની અસર! ગુજરાતમાં અત્યાર સુધીમાં પ.૪૫ ટકા શિયાળુ વાવેતર

પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3ની 3૦૦૦ ખાલી જગ્યા પર ભરતી કરાશે

 ઓનલાઇન સર્વર ઠપ્પ થતા ૧૭ હજાર દુકાનમાં રાશન વ્યવસ્થા ખોરવાઇ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
ધર્મ

 ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ

Editor By Editor 3 days ago
વિજળીના ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેકટનો દક્ષિણ તરફથી પ્રારંભ
 લાઠીના દુધાળામાં ગૌચરની જમીનમાંથી દબાણ નહી હટાવાય તો અર્ધનગ્ન હાલતમાં કરાશે વિરોધ
 ગાર્ડી વિદ્યાપીઠની ગૌરવપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ : એલ.આર.શાહ હોમિયોપેથી કોલેજની GJHSR જર્નલને મળ્યો પ્રતિષ્ઠિત ISSN નંબર
 TAT-HSના પરિણામ જાહેર, 30  હજાર શિક્ષકો નાપાસ થતા વિવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?