By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    56 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    2 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    3 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    4 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: જયાં તાલીઓ ન પડે ત્યાં કલાકારોએ ખેલ સમેટી લેવો જોઇએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

જયાં તાલીઓ ન પડે ત્યાં કલાકારોએ ખેલ સમેટી લેવો જોઇએ

agragujaratnews
Last updated: 2024/04/15 at 9:05 PM
1 year ago
Share
જયાં તાલીઓ ન પડે ત્યાં કલાકારોએ ખેલ સમેટી લેવો જોઇએ
SHARE

ચાહે રાજકારણ હોય કે કલામંચ : તમારી જરૂરિયાત પુરી થાય તે પહેલાં જ તમારે એકિઝટ લઇ લેવી જોઇએ

આખી રમત સ્વીકાર અને અસ્વીકારની છે. બે માણસ,સંસ્થા,રાજકારણ, કંપની કે પેઢી.દરેક જગ્યાએ એક જ નિયમ લાગુ પડે છે. રંગમંચનો. કલાકારોને જે ઓડિયન્સ તાલી ન આપે ત્યાં કલાકારે,સાજીંદાએ વહેલી તકે ખેલ સમેટી લેવો જોઇએ. જીવનમાં એક તબકકો એવો આવે જયારે તમારે કોઇ તમને વિદાય આપે એ પહેલાં જ એકિઝટ લઇ લેવી જોઇએ. કારણ કે કોઇ તમારી એકિઝટ કરે એ પહેલાં તમારું આત્મસન્માન લઇને તમારે વિદાય લઇ લેવી જોઇએ.

વર્તમાન રાજકારણના આ સંદર્ભમાં પણ આ બાબત સાચી છે. ભાજપ અને કોંગ્રેસે જુના સાંસદોને વિદાય આપી નવા ઉમેદવારોને ટિકિટ આપી. ભાજપના આંકડા હાથવગા છે. ભાજપે ર૦૧૯માં ૧૬૧ સાંસદોની ટિકીટ કાપી હતી. આ વખતે ૧૦૦થી વધુ સાંસદોની ટિકિટ કાપી છે. જેમની ટિકિટ કપાઇ તેમના નામની એક દિવસની અખબાર અને મિડિયામાં સનસનાટી થઇ. નવાને સ્થાન મળ્યુ તેમને પણ હાલ તો લોટરી લાગ્યાનો આનંદ થયો. પરંતુ જેમની ટિકિટ કપાણી એ ૧૦૦ વર્તમાન સાંસદોની હર એક કહાની હશે. જે ધારાસભ્યોની અધવચ્ચે ટિકિટ કપાઇ. જે મંત્રીઓને પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા તેમની પણ એક કહાની હશે. જનારમાંથી ભાગ્યે જ કોઇને એવું લાગ્યુ હશે કે હું યોગ્ય જ રીતે વિદાય થયો. પોતાની જાતને જસ્ટીફાઇ કરવી દુનિયાનું સૌથી મૂશ્કેલ કામ છે. રાજકારણમાં તો આ ખેલ છે. કયારેક ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં પણ એવું છે. કોઇ નકામા કારણે કોઇ કલાકાર કે ફિલ્મ ચાલી જાય છે. કોઇ મહેનત કરી ઇમાનદારીથી અભિનય કરીને પણ પીટાઇ જાય છે. સમાજ માટે મેસેજ ધરાવતી સ્ટારકાસ્ટ ફિલ્મ પીટાઇ જાય છે. બીજી બાજુ વાહિયાત મસાલા ફિલ્મ ખાસ્સો ધંધો કરી જાય છે. લોકોનો ટેસ્ટ જજ નથી થતો. માર્કેટ જજ નથી થતું. પાકકા બિઝનેશમેન ફાવી જાય છે. ખરા કલાકાર રિજેકટ થાય છે.

દેશમાં હાલ રાજકીય ક્ષેત્ર ખુબ ઇન છે. ખાસ કરીને ભાજપ. ભાજપનું ટર્નએરાઉન્ડ થાય છે. ભૂતકાળમાં નહેરુની કોંગ્રેસ,બાદમાં ઇન્દીરા કોંગ્રેસ. ઇન્દીરા કોંગ્રેસ થઇ ત્યારે મોરારજી દેસાઇ સહિતના નેતાઓની હાલત બગડી ગઇ હતી. ઇન્દીરા ગાંધીની પ્રચંડ તાકાત અને ઇચ્છા શકિત સામે જે તે સમયે તેમના સિનિયરની અવગણના એવી રીતે થઇ હતી કે તેમને પક્ષ છોડવો પડયો.આજે ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એરા ચાલે છે. ભાજપ સતત પરિવર્તનશીલ અને બદલાતો રહયો છે. ભાજપમાં નવા નેતા જ નહિ નવી વિચારધારા આવી રહી છે. આ ખુબ તેજ બદલાવમાં તમામ ભાજપી ટકી શકે તેમ નથી. જુના ભાજપી અને જુની વિચારધારાને હવે તુટી ગયેલી ટર્ફ વિકેટ ઉપર જબ્બર લક્ષ્યાંક સિધ્ધ્ કરવાના પડકારો છે. જેમાં તમામ ખેલાડીઓ સફળ ન થાય. જે જીતે એ જ સિકંદર. દક્ષિણ ભારતમાં હાલ નવા સિતારાઓ ઉગી રહયા છે. જે ભાજપનું ભવિષ્ય છે. મોદી-શાહની જોડી જે પરિવર્તનના મોડ ઉપર ચાલી રહયા છે તેને કદાચ પક્ષના કાર્યકરો પણ સમજી શકયા નથી. પરંતુ નેતાઓ આગળ નિકળી જાય અને પક્ષ પાછળ રહી જાય તો પણ સમશ્યા છે. ભાજપમાં હાલ રિજેકશન રેશિયો વધ્યો છે નેતાઓને રિજેકટ કરવાની ખરી મોસમ ચૂંટણી સમયે જ આવે છે. આવા સંજોગોમાં કોલાહલ પણ ચૂંટણી સમયે થાય.ક્ષત્રિય અસ્મિતા આંદોલન પણ ક્ષત્રિય નેતાઓની સતામાં ભાગીદારી ઘટતી ચાલી છે તેનો જ એક પ્રત્યાઘાત ગણી શકાય. અન્ય નાની જ્ઞાતિઓને તો હવે તેમની જ્ઞાતિમાંથી કોઇ સાંસદ બને એવી કલ્પના જ કરવાની નથી. આ તો સંખ્યાનું રાજકારણ છે. તમે ખુબ વસતિ ધરાવતાં મતદાર ધરાવતાં વર્ગમાંથી આવતા હો તો જ, સાંસદ તરીકે ટિકિટ મેળવવાનો અધિકાર ધરાવો છો.  તમે એસ.જયશંકર જેવા તેજસ્વી હો તો અપવાદરૂપે તમારો ચાન્સ રાજયસભામાંથી  લાગે. બાકી ભાજપમાંથી હાલ ચીટકી રહેલાં નેતાઓનો ભાર ઘટી રહયો છે. એવું જ સમાજના દરેક ક્ષેત્રમાં ચાલે છે. જેમની વિદાય થાય છે તેમની એક ફરિયાદ જોવા મળે છે. જે સંસ્થા કે સમાજ માટે, પક્ષ માટે તેમણે જાત ઘસી નાંખી તેમને સારી વિદાય પણ ન મળી. ના પણ સૌજન્યથી વિશ્વાસમાં લઇને પાડવામાં નથી  આવી. જાહેરમાં બેઇજજતી કરીને ના પાડવામાં આવી છે.

મરિઝ સાહેબ કહે છે ને કે,

 હું કયાં કહુ છું કે આપની હા હોવી જોઇએ,

પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

એવી વ્યથા તમારા દિલમાં રહે છે. એથી જયાં અને જયારે કલાકારોને તાલી મળવાની બંધ થાય ત્યારે ત્યાંથી ખેલ સંકેલી લેવો જોઇએ. ખરો સાજીંદો એ છે કે કદરદાન પાસે જ કલા પીરસીવી જોઇએ.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israel અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?
આંતરરાષ્ટ્રીય

Israel અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Kieron Pollardએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, T20માં મચાવી ધૂમ
Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
World Yoga Day 2025: 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'ના સંકલ્પ સાથે ભવ્ય ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?