By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    17 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઇઝ લો ઇન ઓર્ડર ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

ઇઝ લો ઇન ઓર્ડર ?

agragujaratnews
Last updated: 2024/04/25 at 7:22 PM
1 year ago
Share
ઇઝ લો ઇન ઓર્ડર ?
SHARE

છેલ્લા થોડા સમયથી કલેકટર તંત્ર અને પોલીસ તંત્ર ચુંટણીની તૈયારીમાં છે. ખાસ કરીને ચૂંટણી પ્રચાર અને વી.વી.આઇ.પી.ઓની સુરક્ષા સહિતમાં પોલીસની ઘણી બધી વ્યવસ્થા રોકાઇ જાય છે. આવા સંજોગોમા પોલીસ ફોર્સ સામાન્ય લો એન્ડ ઓર્ડરને ઇન ઓર્ડર રાખવામાં પડકાર અનુભવે છે.  કયાંક દિવા’ની દાઝે કોડિયાને બટકાં ભરાઇ જાય છે. રાજકોટમાં પોલીસ મારથી મૃત્યુનો કેસ ટોચના અધિકારીઓએ હળવાશથી લીધો હોય તેવું લાગે છે. પોલીસ મારથી મૃત્યુની પ્રથમ ઘટના બાદ રોષે ભરાયેલા દલિત સમાજના લોકોનો રોષ શાંત પડી ગયો ત્યાર બાદ એ.એસ.આઇ. કાનગડની ધરપકડમાં થયેલો વિલંબ અને પગલાં લેવામાં પણ ખચકાટ નજરે પડે છે.પોલીસ તંત્રમાં વગદારોનું ઉપજે છે. આમ આદમીનું કોઇ નથી એવી જે નકારાત્મક છાપ સમાજમાં ઉભી થાય છે તે લાંબા ગાળે પોલીસ તંત્ર માટે પણ ચિંતાજનક છે. આવા પરસેપ્શનથી લો એન્ડ ઓર્ડર માટે પડકાર વધે છે.

 આવા જ સંજોગોમાં પોલીસ મારથી બીજી વ્યકિતનું પણ મૃત્યુ નિપજયુ છે. આ ઘટનાથી ન માત્ર દલિત સમાજમાં પરંતુ સમગ્ર સમાજમાં પોલીસની એક નકારાત્મક છાપ ઉભી થાય છે. ગુનેગાર પોલીસ હોય કે સામાન્ય વ્યકિત બન્ને માટે કાયદાના જુદા કાટલાં કેમ હોય છે ? સામાન્ય કેસમાં પત્રકાર પરિષદ યોજતાં પોલીસ અધિકારીઓ આવા કિસ્સામાં પોલીસની કાર્યવાહીને જસ્ટીફાઇ કેમ નથી થઇ શકતી.

હવે અનેક  ગુનાઓમાં પોલીસ તંત્રના કોઇને કોઇ અધિકારી કર્મચારીની સંડોવણી બહાર આવે છે. તાજેતરમાં જ એ ડિવિઝન પોલીસના અધિકારીએ પણ દલિત સમાજના એક કેસમાં સતાનો અતિરેક કર્યાની ફરિયાદો ઉઠી હતી. મારા મારીના બનાવામાં પોલીસની કડક કાર્યવાહિને  નકારી ન શકાય. પરંતુ પોલીસ અને ગુનેગાર વચ્ચે પાયાનો ભેદ રહેવો જોઇએ. પોલીસ કમિશ્નરે તેમના અધિકારીઓને આ બાબત સમજાવવાનો સમય આવી ગયો છે. આ કિસ્સામાં પોલીસ અધિકારી ખાસ અવસ્થામાં વિવેક ચુકી ગયા હતાં. રજૂઆત કરવા આવેલી મહિલાઓની હાજરીમાં જે વાણી વર્તન કર્યા હતાં તે કોઇ પોલસ અધિકારી પાસે પોલીસ સ્ટેશનમાં અપેક્ષીત ન હોય. પોલીસ સ્ટેશનમાં આવુ વાણી વર્તન કલ્ચર જોઇને ફરિયાદીઓ હતપ્રભ થઇ જાય છે. પોલીસ વિષે જે અભિપ્રાય પોલીસ સ્ટેશનની બહાર લઇને જાય છે તે ખુબ નકારાત્મક હોય છે. ટોચના અધિકારીઓએ મધ્યમ હરોળના પોલીસ અધિકારીઓને આ માટે અને ફિલ્ડ સ્ટાફ માટે હવે ખાસ મોટિવેશનલ કાઉન્સેલીંગ કરવુ પડે તેમ લાગે છે.

આવા કિસ્સામાં વિકટીમને ન્યાય અપાવવાને બદલે પોલીસ તંત્રના દોષિતોને બચાવવાની જે માનસિકતા વધી રહી છે તેથી આવા કિસ્સામાં વધારો થઇ રહયો છે. ટોચના અધિકારીઓ આવી બાબતોને ચલાવી લ્યે તેથી આવી પ્રવૃતિને પ્રોત્સાહન મળે છે. પ્રજાને શિસ્તમાં રાખવાની સતા ધરાવતાં પોલીસ તંત્રની આંતરિક શિસ્ત ઉપર પણ સ્વવિવેક જરૂરી છે.

પોલીસ તંત્ર ખુબ જ તનાવમાં કામ કરે છે. હાલના સંજોગોમાં ક્ષત્રિય આંદોલન બાદ પોલીસની કામગીરી વધી ગઇ છે. ચૂંટણીના કારણે સભા સરઘસોનો બંદોબસ્ત રાખવાની જવાબદારી પોલીસની મર્યાદિત સ્ટેન્થમાં બજાવવાની હોય છે. ચૂંટણી તંત્રની તૈયારીને પણ પોલીસ તંત્રએ સુરક્ષા આપવાની હોય છે. પોલીસ તંત્ર માટે અનેક પડકારો છે. લોકોની અપેક્ષાઓ અમાપ છે. રાજકોટ પોલીસની કામીગીરી કોરોના સમયે તેના બેસ્ટ ફેસમાં જોવા મળી હતી. લોકો ઘરની બહાર નહોતાં નિકળતાં ત્યારે પોલીસે રસ્તા ઉપર હોસ્પિટલોએ સેવા વિતરણમાં ઉભા રહીને જાનના જોખમે તેમની ફરજ બજાવી હતી. પોલીસનો આ ચહેરો બ્યુટિફુલ હતો. ભારતિય પોલીસ જ આ કામ કરી શકે. રાજકોટ પોલીસનો આ પણ એક સલામી લાયક  ચહેરો હતો. પરંતુ પોલીસ તંત્રમાં ફરજ અને હકક ન સમજી શકતાં મુઠઠીભર લોકોએ આ ચહેરાને ધુમીલ કરવાનું કામ કર્યુ છે. પોલીસે આવી બાબતનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઇએ. જયારે તમે પ્રજાને અભય બનાવો છો ત્યારે પ્રજા પણ તમને સલામ કરે છે. જે ગુનેગાર નથી, જે નિર્દોષ છે એ જે કાયદાપ્રિય પ્રજા છે તેને પોલીસમાં મિત્રના દર્શન થવા જોઇએ. ‘ફીટ’ કરી દેવાનું પોલીસમા એક કલ્ચર વિકસ્યુ છે તેને ટોચના અધિકારીઓએ નાબુદ કરવુ જોઇએ. પોલીસની હાજરીથી લોકોને સુરક્ષાની લાગણી અને વિશ્વાસ જન્મવા જોઇએ. નહિ કે ડર અને કાલ્પનિક ભય. સુરક્ષિત પ્રજા જ તેનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ શાંતિના સમયમાં કરી શકે. સમાજમાં નિર્બળને નિર્ભય બનાવવાથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થઇ શકે.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત
આંતરરાષ્ટ્રીય

Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ
Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા
Richest Countries List: અમીરોની લિસ્ટમાં ભારત ટોપ 10માં શામેલ, જાણો નવુ લિસ્ટ
Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?