- CID ક્રાઈમના PSI રૂ. 40 લાંચ લેતા ઝડપાયા
- ACBએ જગદીશ ચાવડાની કરી ધરપકડ
- જપ્ત કરેલા કોમ્પ્યુટર અને મોબાઈલ છોડાવવા માંગી હતી લાંચ
ACB દ્વારા વધુ એક પોલીસ અધિકારીને લાંચના કેસમાં રંગેહાથ ઝડપી લીધો છે. ગાંધીનગરના સહયોગ સંકુલના પાર્કિંગમાંથી PSIને ACB દ્વારા લાંચ લેવા જતા જ ઝડપી લીધા છે. CID ક્રાઈમમાં સુરત ઝોનમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં મુદ્દામાલ છોડાવવા માટે થઈને લાંચની રકમ માંગી હતી.
મળતી માહિતી મુજબ, CID ક્રાઈમના પોલીસ સબ ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાઈ આવ્યો છે. CID ક્રાઈમના પીએસઆઈ દ્વારા સુરત ઝોનમાં દાખલ થયેલા એક ગુનાના સંદર્ભમાં લાંચની રકમ માંગી હતી. જેને લઈ ફરિયાદી લાંચ આપવા માટે ગાંધીનગર પહોંચ્યો હતો. જ્યાં તેણે એસીબીની ટીમને અગાઉથી જ ફરિયાદ કરતા નવસારીથી ગાંધીનગર પહોંચેલા અધિકારી અને ટીમ દ્વારા ટ્રેપમાં પીએસઆઈને ઝડપી લેવામાં આવ્યો હતો.
એસીબીની ટીમે ગાંધીનગરમાં જ ટ્રેપ ગોઠવવામા આવી હતી. જ્યાં પીએસઆઈને લાંચ લેતા રંગેહાથે જ એસીબીની ટીમ દ્વારા ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. એસીબીની ટીમે લાંચ લેતા ઝડપાયેલા પીએસઆઈની સાથે અન્ય કોઈનું કનેક્શન છે કે, કેમ એ દિશામાં પણ તપાસ શરુ કરવામાં આવી છે.
50 હજારની માંગ હતી લાંચ
રાજ્યની સીઆઈડી ક્રાઈમના સુરત ઝોનમાં એક ગુનો નોંધાયો હતો. સીઆઈડી ક્રાઈમના સુરત ઝોનના પોલીસ મથકમાં નોંધાયેલા ગુના સમયે ફરિયાદીના કોમ્પ્યુટર અને લેપટોપ તથા મોબાઈલ સહિતને કબેજ કરવામાં આવ્યુ હતું. આમ ઉપકરણોને મુદ્દામાલ તરીકે કબ્જે લીધા બાદ ગુનાની તપાસ કરી રહેલા આરોપી પીએસઆઈ જગદીશ ચાવડાએ મુદ્દમાલ છોડવા માટે લાંચની રકમ માંગી હતી.


