- સ્થાનિક વેપારીઓના હાથે લૂંટાઇ રહેલાં ખેડૂતો
- ગત વર્ષે 20 કિલોના રૂા.1450 સામે આ વર્ષે રૂા. 1175નો ભાવ
- શિનોર પંથકમાં એરંડાને અલગ કરી રહેલા ખેડૂત અને શ્રામજીવી
ગત વર્ષની સરખામણીએ એરંડાના ખેતી પાકમા જોવા મળેલ ઓછુ ઉત્પાદન અને ઓછા ભાવને પગલે, એરંડા ઉત્પાદક ખેડૂતોની હાલત ભારે કફેડી બનતા ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન પહોંચ્યુ હોવાની હકીકત સામે આવી છે. વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર પંથકમા એરંડાની ખેતી વિશેષ પ્રમાણમા થતી જોવા મળે છે.
ગત વર્ષે એરંડાની પ્રારંભિક શરૂઆત પ્રતિ 20 કિલોના રૂા. 1450ના ભાવથી થઈ હતી. ક્રમશઃ આ ભાવ ઘટીને, એરંડાના અંતિમ તબક્કામા, પ્રતિ 20 કિલોના રૂા.1175 સુધીનો જોવા મળ્યો હતો. તેમજ આ સાથે એરંડાનુ ઉત્પાદન પણ સારૂ રહેતા, એરંડા ઉત્પાદક ખેડૂતોમા સંતોષની લાગણી જોવા મળી હતી. પરંતુ ચાલુ વર્ષ દરમિયાન એરંડાની પ્રારંભિક શરૂઆત, પ્રતિ 20 કિલોના રૂા. 1170ના ભાવથી થયા બાદ, દિન-પ્રતિદિન એરંડાના ભાવમા સુધારાના સ્થાને ક્રમશઃ ઘટાડો નોંધાતા એરંડામાં વધુ ભાવ મળવાની ખેડૂતોની આશા પર પાણી ફ્રી વળ્યુ છે.
બીજીતરફ્ ગત વર્ષની સરખામણીએ એરંડાના ઉત્પાદનમા પણ ખેડૂતોને મોટો ફ્ટકો પડયો છે. જેના કારણે એરંડા ઉત્પાદક ખેડૂતોની હાલત ભારે કફેડી અને દયનીય બની છે. મોટુ આર્થિક નુકશાન સહેવાનો વારો આવ્યો છે. આ સ્થિતિમા મજબુર અને લાચાર બનેલા કેટલાક ખેડૂતો સ્થાનિક વેપારીઓના હાથે લૂંટાઈ પણ રહ્યા છે. પરંતુ એરંડા ઉત્પાદક ખેડૂતોની આ દયનિય હાલત સમજવાનો સમય, કોની પાસે હાલ ગત વર્ષની સરખામણીએ એરંડામા જોવા મળેલ ઓછુ ઉત્પાદન તેમજ પ્રતિ 20 કિલોએ રૂા. 300 જેટલા ઓછા ભાવને કારણે, એરંડા ઉત્પાદક ખેડૂતોની હાલત નિશ્ચિત પણે કફેડી બની છે. તાલુકામાં એરંડાની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે. ઓછુ ઉત્પાદન અને તેમા પણ ઓછો ભાવ મળ્યો છે.


