3984ને A2 ગ્રેડ, 5481એ મેળવ્યો B ગ્રેડ : અત્યાર સુધીના ઐતિહાસનું સૌથી ઊચું પરિણામ
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા આજે સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાનું અત્યાર સુધીનું સૌથી ઐતિહાસિક કહી શકાય તેવું 93.29 ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. રાજકોટમાં 889 જેટલા છાત્રોએ A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ઊંચું રિઝલ્ટ જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓ હરખમાં આવી ગયા હતા. સ્કૂલો બહાર ઢોલ-નગારાના તાલે ગરબે ઘૂમી અને પરિણામની ઉજવણી કરી હતી.
રાજકોટમાં 22667 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 22665 છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 889 એ A ગ્રેડ, 3984એ A2 ગ્રેડ, 5481એ વિદ્યાર્થીએ B1, 5375એ B2, 3827એ C1, 1373એ C2, 111 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સાંખ્યમાં પણ વધારો થયો છે.
રાજકોટ જિલ્લાના 10 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરાજીનું 94.89 ટકા, ગોંડલ 91.89 ટકા, જેતપુર 91.02 ટકા, જસદણનું 94.22 ટકા, જામકંડોરણાનું 90.81 ટકા, ત્રંબાનું 96.95 ટકા, ઉપલેટાનું 94.26, પડધરી 90.82, ભાયવાદરનું 90.71 ટકા, વીંછીયાનું 96.01 ટકા, રૂપાવટીનું 96.54 ટકા, વાગધ્રા 98.45 ટકા, આટકોટ 95.86, રાજ્કોટનું ઈસ્ટનું 91.72 ટકા, રાજકોટ વેસ્ટનું 73.82, રાજકોટ સાઉથનું 95.07, સેન્ટ્રલનું 91.42, નોર્થનું 93.26 ટકા પરિણામ જાહેર થયું છે.
પરિણામ જાહેર થતાંની સાથે શાળાઓમાં જાણે દિવાળી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ઊંચું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું ફૂલહાર પહેરાવી અને ઢોલના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડી અને ડીજેના તાલે ગરબે ઘૂમીને અત્યાર સુધીનું ઐતિહાસિક આવેલ પરિણામની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
તા.11મી એ ધો. 10 નું પરિણામ
આજે ધો.12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે શિક્ષણ બોર્ડ દ્વારા તા.11મી એ ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. 4 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યનો પટારો તા.11મી એ ખુલશે. સવારે 9 વાગ્યાથી વિદ્યાર્થીઓ બોર્ડની વેબ સાઇટ પર પરિણામ જોઈ શકશે.
સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓનું પરિણામ
જામનગર 91.39 % અમરેલી 89.80 %
ભુજ 94.23% ભાવનગર 95.54%
રાજકોટ 93.29 % સુરેન્દ્રનગર 95.70 %
પોરબંદર 90.88 % બોટાદ 96.40 %
દ્વારકા 95.03% ગીર સોમનાથ 92.41%
મોરબી 94.91 % જૂનાગઢ 84.81%


