By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વકતને કિયા કયા હસિન સિતમ તુમ રહે ન તુમ હમ રહે ન હમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

વકતને કિયા કયા હસિન સિતમ તુમ રહે ન તુમ હમ રહે ન હમ

agragujaratnews
Last updated: 2024/05/22 at 8:30 PM
2 years ago
Share
વકતને કિયા કયા હસિન સિતમ તુમ રહે ન તુમ હમ રહે ન હમ
SHARE

તાનાશાહોના મોત ઉપર આંસુ સારવા એ ડિપ્લોમસીનું કામ છે,

પત્રકાર,લેખક,સર્જક વિચારકનું કામ કંઇ ઔર છે

જય વસાવડાની સર્જક ચેતના જગાવતી પોસ્ટ જીવંત સમાજની નિશાની છે

ઇરાનના પ્રમુખ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયુ છે. પ્રોટોકોલ મુજબ દેરક દેશ તેમના મૃત્યુના શોકમાં રાજકિય સન્માન આપશે. ડિપ્લોમસી કરશે. એ સરકારનું કામ છે. ડિપ્લોમસી એ વાસ્વતિક ધરી છે જેને નકારી શકાય નહિ.પરંતુ વિશ્વ બંધુત્વ,વસુવધૈવ કુટુમ્બકમ,મહાવીરની જીવદયા,બુધ્ધની કરુણા,ઋષિઓનું બૌધિક ચૈતન્ય એ બધુ મળે ત્યારે એક ભારત બને છે. જે સમાજ સમયોચિત આઘાત પ્રત્યાઘાત વ્યકત કરવાથી પર થઇ જાય અથવા પચાવી જાય એ સમાજ જડ થઇ જાય. સોશિયલ મિડિયામાં આજે માહિતીનો જાણે કે દરિયો ઠલવાઇ જાય એટલું કન્ટેન્ટ આવે છે. લગભગ મોનોટોનસ હોય છે.પરંતુ જેમ જંગલમાં કેટલાક આગિયા રાત્રીના ચમકારા બની જાય છે એ જ રીતે કેટલાક કન્ટેન્ટ,કેટલીક પોસ્ટ,કેટલાક સંગીતના પીસ, કેટલીક ભાષામાં ન સમજાય એવા ગાયક ગાયિકાની સૂર સંવેદના આઉટ ઓફ બોકસ ચિતવનને અસર કરી જાય છે.

Contents
તાનાશાહોના મોત ઉપર આંસુ સારવા એ ડિપ્લોમસીનું કામ છે,પત્રકાર,લેખક,સર્જક વિચારકનું કામ કંઇ ઔર છેજય વસાવડાની સર્જક ચેતના જગાવતી પોસ્ટ જીવંત સમાજની નિશાની છેમૃત્યાંજલી           — by jay vasavada

આજે જામનગરથી મિત્ર ચેતનભાઇની પોસ્ટ આવી. પોસ્ટનું લખાણ વાંચતાં જ સ્પાર્ક દેખાયો. પોસ્ટ આગળ વંચાતી ગઇ તેમ તેમ શૈલી ઉપરથી ખ્યાલ આવ્યો કે આ તો ભાઇ જય વસાવડાનો વિપ્લવી સૂર છે. છતાં નામ કન્ફર્મ કરવા માટે છેલ્લે સુધી જઇને જોયુ તો કન્ફર્મ થયુ. બ્રાન્ડ જય વસાવડા. કોઇ લેખક,સર્જક,કવિ તેની પૂર્ણ ચેતનામાં હોય ત્યારે તે યુનિવર્સ સાથે કનેકટ હોય છે. કન્ડીશનલ એરેસ્ટ નથી હોતો. ખુલા આસમાનના બાજ પક્ષી જેવો પાંખો મજબુત,આંખો ધારદાર,ઉડાન દમદાર.જય વસાવડાએ ઇરાનના પ્રમુખ રઇસીને શ્રધ્ધાંજલી ન આપી. મૃત્યાંજલી આપી. એટલા માટે કે ઇરાનના પ્રમુખ સ્ત્રીઓ માટે દમનકારી શાસક હતાં. સુધારાવાદી મુસ્લીમ યુવતીઓનો અવાજ કચડવા માટ તે પ્રખ્યાત હતાં. વૈશ્વીક બાબતોથી વાકેફ રહેતાં અને વિશ્વમાં સતત હરતાં ફરતાં રહેતાં જય વસાવડાએ વિષયને સમયોચિત કનેકટ કર્યો. મહિલા,નારી એટલે ભારતની જ નહિ. વિશ્વની નારી સમાન છે. એમની પીડા પણ આપણી પીડા હોઇ શકે. આ જ સાચુ વસુવધૈવ કુટુમ્બકમ છે. ખાસ કરીને જ હેલીકોપ્ટરવાળી તસવીર મૂકી છે એ કાબિલે દાદ છે.

પ્રજા એટલી પરાવલંબી છે કે તેઓ પોતાના હકક હિતના રક્ષણ માટે શાસકોને પસંદ કરે છે. શાસકો આ પરાવલંબી પણાને ગુલામીમાં પરાવર્તિત કરવામાં કયારેય પાછી પાની નથી કરતાં. આ યુનિવર્સલ ટ્રુથ છે. વચન દ્રોહ એ કદાચ શાસકનોની ફિતરત છે. અપેક્ષા ભંગ એ પ્રજાની નિયતી છે. વકત ને કિયા કયા હસીન સિતમ ,તુમ રહે ન તુમ હમ રહે ન હમ… આ ભાવ પણ વ્યાપક રહે છે.

આજનો દિવસ તો જય વસાવડાની પોસ્ટના પંચને  પામવાનો છે.

મૃત્યાંજલી

           — by jay vasavada

બેહદ ખૂબસૂરત ગોલશિફતેહ ફરહાની ઈરાનમાં જન્મીને  મોટી થઈને હવે ફ્રાન્સમાં રહેતી લાજવાબ અભિનેત્રી છે. એશિયન ના હોત તો ઓસ્કાર મળી ચૂક્યો હોત એવી. બોલ્ડ, બેબાક, બિન્દાસ. “તહેરાનના કસાઈ” નામથી ઓળખતા ને ઈરાનમાં ભવિષ્યના સુપ્રીમ લીડર થવાનું નિશ્ચિત હતું એવા સ્ત્રીસ્વાતંત્ર્ય ઘોર વિરોધી અને જડસુ ઈસ્લામિક મુલ્લાશાહીના સિમ્બોલ જેવા પ્રમુખ રઈસીનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું, એમાં હજુ સુધી કોઈ કાવતરાંની વિગત નથી આવી. અચાનક થયેલું ખરાબ હવામાન કારણ છે. માસૂમ દીકરીઓ સામે નજીવા અપરાધ બદલ પોતાને ચોક વચ્ચે લટકાવી દેવા કે કલાકારો / ખેલાડીઓ ને મોતની અમાનુષી ને અન્યાયી સજા કરવી એ ઈરાનના સરકારી કરતૂતમાં વડા રઇસીની રજામંદી રહેતી. એમનો કઠોર આજ્ઞાને લીધે ફરજિયાત હિજાબ સામે આંદોલન કરતી ઈરાનની 400 થી વધુ નિર્દોષ મહિલાઓને મોતને ઘાટ ઉતારી દેવાઈ ને સેંકડો હજુ જેલમાં છે, એવા રિપોર્ટસ છે. ખાલી સેક્સી તસવીરો જોઈને જ છાજિયાં લેવા લાગતી પોદળાપંચાતટોળીને એ ખબર જ નહિ હોય કે ઈરાની મહિલાઓની એટ્રોસિટી બાબતે મેઈન સ્ટ્રીમ ગુજરાતી કોલમમાં પહેલો ને કદાચ એકમાત્ર રોકડો વિરોધનો અવાજ ઉઠાવતો લેખ મેં લખેલો. ( નવરાત્રિ, 2022 ). આવી માનસિકતા અહીં ધર્મના નામે જોઈતી નથી એટલે જ એવા ફોલ્ડરોને હું એકલે હાથે રમકાવું છું. એની વે, ખરેખર  વિપ્લવી મિજાજની ગોલ્શિફતેહ ફરહાનીએ ક્રિએટિવ આર્ટના માધ્યમે એવો સોલિડ ફટકો માર્યો છે કે વાહ ને આહ નીકળી જાય ને એણે લખ્યું એમ નો કૉમેન્ટ્સ જ લખવાનું રહે. કારણ કે આખા ચિત્રની કાતિલ તીવ્રતા આ બધા લખાણમાં મંદ થઈ જાય. પણ હવેની વિડિયોચાટણ પરજા આગળપાછળના સંદર્ભો સમજે એટલા ઇન્ટરનેશલ ન્યુઝ વાંચતી ના હોય તો એમના ખાતર આટલું લખ્યું. કકળતી આંતરડીનો ખૌફ તો અલ્લાહનો નેક ઈમાન છે, બુલંદ ઇન્સાફ છે. પણ મુલ્લાઓ એ સત્તામાં આવી ભૂલી જાય છે. તુલસી હાય ગરીબ કી, કભી ન ખાલી જાય.. મૂએ ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય ! બરાબર જુઓ ને સમજો ને ચિત્તમાં ઉતારો આ ચિત્ર.

~ જય વસાવડા #JV

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad1
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
અમદાવાદ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

Editor By Editor 3 days ago
 રેસ્ટોરન્ટ-ફરસાણની દુકાનમાં સતત બીજા દિવસે સિલિન્ડર અંગે ચેકીંગ
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
 ભાજપના પૂર્વ નગરસેવકનો ભ્રષ્ટાચાર વીડિયો વાયરલ થતાં સર્કિટ હાઉસનું કરાયું શૃધ્ધિકરણ
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?