- ડામર, પતરાં, RCC, માટીના તાપમાનની કરાઈ તપાસ
- બહારના તાપમાન કરતા રેતીનું તાપમાન 10 ડિગ્રી જેટલું ઊંચું
- બહારના તાપમાન કરતાં ડીપ વોટરમાં 10 ડિગ્રી ઓછું તાપમાન
અમદાવાદમાં છેલ્લા કેટલાંક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે, હવામાન વિભાગ દ્વારા હજુ 2થી 3 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ તાપમાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તો મોટાભાગના શહેરોમાં અને વિસ્તારોમાં 40થી 45 ડિગ્રી તાપમાન દર્શાવવામાં આવે છે. જોકે આ તાપમાન સરેરાશ તાપમાન હોય છે. જેને લઈને અમદાવાદમાં સંદેશ ન્યુઝ દ્વારા ગરમીને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ત્યારે, રિયાલિટી ચેકમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
જુદા જુદા સ્થળોએ માપવામાં આવ્યું તાપમાન
સંદેશ ન્યૂઝ દ્વારા ગરમીનું રિયાલિટી ચેક કરવા માટે ટેમ્પરા મીટર નો ઉપયોગ કરીને જુદા જુદા સ્થળોએ કેટલું તાપમાન છે તે માપવામાં આવ્યું. સંદેશના રિયાલિટી ચેકમાં ડામરના રસ્તા, પતરા, RCC રોડ, રેતી, માટી, ડીપ વોટર અને પાણીની ઉપર સરફેસનું તાપમાન ચેક કરવામાં આવ્યું. અને તમામના પરિણામો ચોંકાવનારા આવ્યા.

શું છે ટેમ્પરા મીટર:
ટેમ્પરા મીટર એક પ્રકારનું ડિજિટલ હાઈગ્રોમીટર થર્મોમીટર હ્યુમિડિટી મીટર હોય છે જે કોઈપણ સરફેસ એટલે કે સપાટી, સ્થળ જગ્યા કે વાતાવરણનું તાપમાન અને હવામાં રહેલ ભેજનું પ્રમાણ માપતું એક ડિજિટલ મીટર છે. આ મીટર દ્વારા વાતાવરણનું સરેરાશ તાપમાન અને જેતે સ્થળનું કે સપાટીનું વાસ્તવિક તાપમાન એક સાથે દર્શાવે છે.
સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આવ્યા ચોંકાવનારા આંકડા
સંદેશ ન્યૂઝ દ્વારા શહેર ડામરના રોડ, RCC રોડ, રેતી, માટી, પતરા, ડીપ વોટર અને પાણીની ઉપરની સપાટીનું માપવામાં આવ્યું. જેમાં, રેતીનું સૌથી વધુ તાપમાન જોવા મળ્યું. તો, ડીપ વોટરનું સૌથી ઓછું તાપમાન માપવામાં આવ્યું. બહારના તાપમાન કરતા રેતીનું તાપમાન 10 ડિગ્રી જેટલું વધારે નોંધાયું હતું. જ્યારે ડીપ વોટરમાં સામાન્ય તાપમાન કરતાં 10 ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું હતું.


