- માર્ગ પર સલામતી સૂચક બેરિકેડ વગર કામકાજ ચાલી રહ્યું છે!
- વૈષ્ણવ સોસાયટી પાસે પાણીની લાઇન બે મહિનામાં ચોથી વાર લીકેજ થઈ
- દર વખતે રિપેરિંગ સમયે 8થી 10 દિવસ મોટો ખાડો ખોદવામાં આવે છે.ધંધૂકા વૈષ્ણવ સોસાયટીમાં જવા આવવાના માર્ગની બાજુમાં જ ફરી મસમોટો ખાડો ખોદવામાં આવ્યો છે. બે માસમાં ચોથી વખત લીકેજ થયું અને ખાડો ખોદી નાંખવામાં આવ્યો છે. માર્ગ પર સ્ટ્રીટ લાઈટનો અભાવ હોય છે. વળી કોન્ટ્રાકટર દ્વારા જ્યારે પણ કામ કરવામાં આવે ત્યારે સલામતી સંદર્ભે જરૂરી નિયમોનો છડેચોક છેદ ઉડાડી કામ કરવામાં આવી રહ્યું છે. બે માસના ટૂંકા ગાળામાં પાણીની લાઇન માં ચોથી વાર ભંગાણ થયું છે. દર વખતે રિપેરિંગ સમયે 8થી 10 દિવસ મોટો ખાડો ખોદવામાં આવે છે. રહીશોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હાઇવેને અડીને આવેલી સોસાયટીના રસ્તા બાજુમાં ખાડો હવે લોકોને ભયજનક લાગી રહ્યો છે આ મુદ્દે ધંધુકા તાલુકા વિકાસ મંચના મંત્રી નવીનભાઈ ઠક્કર દ્વારા તંત્રને લેખિતમાં ફરિયાદ કરી પાણી લીકેજની રોજબરોજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તથા કોન્ટ્રાકટર દ્વારા સલામતીના પગલાં સાથે કામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ખાડો મોટી દુર્ઘટના સર્જે તે પૂર્વે જ કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Dhandhuka: ધંધૂકા શહેરમાં ચોથી વખત એકનીએક જગ્યાએ ફરીથી મોટો ખાડો કરી દેવાયો


