- છેલ્લા 1 વર્ષમાં 27 હજાર ટેક્સ પેયર વધ્યા
- ચાલુ વર્ષે 5.24 લાખ લોકોએ ટેક્સ ભર્યો
- 3.23 લાખ લોકોએ ઓનલાઇન ટેક્સ ભર્યો
અમદાવાદ શહેર ગુજરાતની આર્થિક રાજધાની ગણવામાં આવે છે. તેનું કારણ ન માત્ર ધંધો રોજગાર કરવા માટે રાજ્યના તમામ જિલ્લાઓ માંથી યુવાનો અમદાવાદ આવે છે પરંતુ આ શહેર સૌથી વધુ ટેક્સ પણ ભારે છે. શહેરના ટેક્સ પેયર્સના આંકડા સામે આવ્યા છે જેના પરથી આ વાત સાબિત થાય છે.
અમદાવાદ શહેરમાં ટેક્ષ પેયરની સંખ્યામાં વધારો થયો હોવાના આંકડા સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે છેલ્લા 1 વર્ષમાં 27 હજાર કરદાતાઓનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 4 લાખ 97 હજાર કરદાતાઓએ ટેક્સ ભર્યો હતો તો જ્યારે ચાલુ વર્ષે 5 લાખ 24 હજાર લોકોએ ટેક્ષ ભર્યો હતો. એટલું જ નહિ, ઓનલાઇન ટેક્ષ ભરનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે.
વધુમાં જાણવા મળી રહ્યું છે કે, ચાલુ વર્ષે 3.23 લાખ લોકોએ ઓનલાઇન ટેક્ષ ભરપાઈ કર્યો હતો. વધુમાં, 1 એપ્રિલ થી ટેક્ષ રિબેટ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે ચાલુ વર્ષે ટેક્સ ભરનારાઓની સંખ્યામાં વધારો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


