- લોકસભા ચૂંટણીના તમામ 7 તબક્કાઓનું મતદાન પૂર્ણ
- એક્ઝિટ પોલના અનુમાન મુજબ દેશમાં બનશે ભાજપ સરકાર
- મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી
લોકસભા ચૂંટણી 2024ના તમામ 7 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ધીરે ધીરે એક્ઝિટ પોલના અનુમાનો સામે આવી રહ્યા છે. એક્ઝિટ પોલના અનુમાન મુજબ ગુજરાતમાં તમામ 25 બેઠકો પર ભાજપને જીત મળતી જોવા મળી રહી છે. સુરત બેઠક પહેલા જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવારની પહેલા જ જીત થઈ ચૂકી છે. આમ, ગુજરાતમાં આ વખતે પણ તમામ 26 બેઠકો ભાજપને મળતી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તો Times Nowના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને તમામ 26 માંથી 26 બેઠકો મળી રહી છે. તો આ વખતે પણ કોંગ્રેસનું લોકસભામાં ખાતું ખૂલતું નથી જોવા મળી રહ્યું.
એક્સીસ માય ઈન્ડિયાના અનુમાન મુજબ દેશમાં તમિલનાડુમાં 39 બેઠકો માંથી NDAને 2થી 4, INDI ગઠબંધનને 13-15, DMKને 20-22, AIADMKને 0-2 બેઠકો મળતી જોવા મળી રહી છે. તો, કર્ણાટકમાં 28 બેઠકો માંથી NDAને 23-25 , INDI ગઠબંધનને 3-5, તો સાથે સાથે, બિહારમાં NDAને 29 થી 33, INDI ગઠબંધનને 7 થી 0 બેઠકો મળતી જોવા મળી રહી છે. તો, ઝારખંડમાં 14 બેઠકો માંથી NDAને 8 થી 10, INDIAને 2 થઈ , AJSUને 0 થી 1 અને CPI(ML)(L)ને 2 થી 3 બેઠકો મળવાનું અનુમાન છે. તો, છત્તીસગઢની 11 બેઠકો માંથી NDA ને 10 થી 11 બેઠકો અને INDI ગઠબંધનને 0 થી 1 બેઠક મળી શકે છે.


