- સુનિલ સિદ્ધપુરાનો દીકરી યામી સાથે છેલ્લો વીડિયો
- શુક્રવારે સાંજે સિદ્ધપુરા પરિવાર ગયો હતો TRP ગેમઝોનમાં
- સુનિલ સિદ્ધપુરા 15 દિવસથી નોકરી પર જ હતો
રાજકોટના ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં જ્યાં એક તરફ 28 લોકોના જીવ ગયા છે અને મૃતકોના પરિવારમાં ક્યારેય ન રુઝાય એવા ઘા લાગ્યા છે તો બીજી બાજુ સરકારી તંત્ર દુર્ઘટના બાદ જાગ્યું છે અને રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને તપાસ ચલાવી રહી છે. ત્યારે હવે દુર્ઘટનાના એક સપ્તાહ બાદ મૃતકો માંથી એક મૃતક પિતાનો અંતિમ વિડીયો સામે આવ્યો છે. જેમાં તે દીકરી સાથે ગેમઝોનમાં રમતો જોવા મળે છે.
રાજકોટ ગેમઝોનમાં મોતને ભેટેલ લોકોમાં સુનિલ સિદ્ધપુરાનો પણ સમાવેશ થાય છે. સુનિલ સિદ્ધપુરા TRP ગેમઝોન ખાતે નોકરી કરતો હતો. સુનિલ સિધ્ધપુરાનો દીકરી યામી સાથે છેલ્લો વિડીયો સામે આવ્યો છે. જે દિવસે આગ લાગી તેના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારના રોજ સાંજે સમગ્ર સિધ્ધપુરા પરિવાર TRP ગેમઝોન ખાતે ગયો હતો. મહત્વનું છે કે, સુનિલ સિધ્ધપુરા 15 દિવસથી નોકરી પર જ હતો અને અગ્નિકાંડમાં તેનું પણ મોત થયું હતું.


