- નસવાડીના દવાખાનાની ઓચિંતિ મુલાકાત
- ધારાસભ્ય અભેસિંગ તડવીએ લીધી મુલાકાત
- દવાખાનાની હાલત જોઈને ધારાસભ્ય ચોંક્યા
છોટાઉદેપુરના નસવાડીમાં સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી નસવાડીના દવાખાનાની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્યએ દવાખાનાની હાલત જોઈને જાતે જ દવાખાનામાં સફાઇ કરવયનું શરૂ કર્યું હતું. ધારાસભ્યએ દવાખાનની મુલાકાત દરમિયાન દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી.
ધારાસભ્યએ દવાખાનામાં સફાઇ કરી
સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી નસવાડીના દવાખાનામાં અચાનક મુલાકાત લેવા માટે ગયા હતા. ત્યારે આ દવાખાનની મુલાકાત દરમિયાન આ ધારાસભ્યને દવાખાનમાં નવું એક્સ-રે મશીન ધૂળ ખાતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે બાદ ધારાસભ્ય દ્વારા જાતે જ આ ધૂળ ખાતા મશીનની સફાઇ કરી હતી.
દર્દીઓના પ્રશ્નો સાંભળીને ધારાસભ્ય ચોંકી ગયા
અભેસિંહ તડવી દ્વારા દવાખાનામાં દર્દીઓ સાથે વાત કરવામાં આવી હતી. આ વાતચીત દરમિયાન દર્દીઓના પ્રશ્નો સાંભળીને ધારાસભ્ય ચોંકી ગયા હતા. દવાખાનામાં પૂરતી દવાઓ પણ નથી અને ઇન્જેકશન પણ ઉપલબ્ધ નથી. સાથે જ સોનોગ્રાફી પણ થઈ શક્તિ નથી કારણ કે, તેનું મશીન જ બંધ છે અને દર્દીઓને જમવાનું પણ મળી શકતું નથી.
જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરાઈ
નસવાડીના દવાખાનામાં ધારાસભ્યની અચાનક મુલાકાતથી સામે આવેલા પ્રશ્નોનું જલ્દી જ નિરાકરણ લાવવા માટે ધારાસભ્ય દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનથી જાણ કરીને પ્રશ્નો હલ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.


