- ફાયર સેફટી અને ફાયર NOC ન હોવાને લીધે હોટેલ સીલ કરાઇ
- પહેલા પણ અપાઈ હતી ફાયર સેફટી અને BUની નોટિસ
- નગરપાલિકા દ્વારા જેતપુરમાં 30 એકમોને નોટિસ ફટકારાઇ
જૂનાગઢ રોડ ઉપર આવેલ હોટેલને જેતપુર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે. નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા JFM (જેતપુર ફૂડ મોલ) હોટેલ પાસે ફાયર NOC ન હોવાથી સીલ કરી દીધી છે. ફાયર વિભાગ દ્વારા અગાઉ BU પરમીશન અને ફાયર સર્ટિફિકેટ લેવા માટે નોટિસ આપી હતી.
જોકે, હોટેલ દ્વારા ફાયર NOC ન લેવાતા આખાતે પોલીસ બંદોબસ્ત સાથે ગોંડલ ફાયર ડિવિઝન અને પાલિકાની ફાયર ટિમ દ્વારા સિલિંગની કામગીરી હધ ધરવામાં આવી હતી. વધુમાં ફાયર વિભાગ દ્વારા જેતપુર શહેરમાં કુલ 30 અલગ અલગ જગ્યાએ પણ નોટિસ આપી છે.


