By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હેલ્થકેર, બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ 116 પોઈન્ટ ઘટીને 66167
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

હેલ્થકેર, બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ 116 પોઈન્ટ ઘટીને 66167

agragujaratnews
Last updated: 2023/10/17 at 2:23 AM
2 years ago
Share
હેલ્થકેર, બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ 116 પોઈન્ટ ઘટીને 66167
SHARE

મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં ન ફેલાય અને ઈઝરાયેલ વળતાં પ્રહારમાં અસાધારણ માનવસંહારને ટાળે એ માટે અમેરિકા, જર્મની  સહિતના દેશોના પ્રયાસો વચ્ચે યુદ્વ વિરામના સંકેત છતાં વૈશ્વિક બજારોમાં આજે ફુગાવો વધવાની દહેશત વચ્ચે ધોવાણ વધ્યા સાથે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતીમાં સાધારણ  નરમાઈ જોવાઈ હતી. ફંડોએ ચાઈનાના સ્ટીમ્યુલસ પગલાં સાથે શોર્ટ સેલિંગ પર અંકુશો લાદતાં રિકવરીની અપેક્ષાએ આજે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોની આગેવાનીમાં તેજી કરી હતી. તહેવારોની સીઝને વાહનોનું  વેચાણ વધવાની અપેક્ષાએ પણ ઓટો શેરોમાં આકર્ષણ રહેતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં લેવાલી રહી હતી. અલબત એફએમસીજી, હેલ્થકેર, બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ અફડાતફડીના અંતે ૧૧૫.૮૧ પોઈન્ટ ઘટીને ૬૬૧૬૬.૯૩ અને નિફટી સ્પોટ ૧૯.૩૦ પોઈન્ટ ઘટીને ૧૯૭૩૧.૭૫ બંધ રહ્યા હતા.

ઈન્ડસઈન્ડ, એયુ સ્મોલ , કોટક બેંકમાં નરમાઈ 

એચડીએફસી બેંકના  ત્રિમાસિક ચોખ્ખા નફામાં આજે અપેક્ષાથી સારી ૫૦ ટકા વૃદ્વિના પરિણામ જાહેર થતાં પૂર્વે શેરમાં સાવચેતીમાં નરમાઈએ રૂ.૭.૨૫ ઘટીને રૂ.૧૫૨૯.૫૦ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૬.૭૫ ઘટીને રૂ.૧૪૪૬.૮૦, એયુ સ્મોલ બેંક રૂ.૬.૦૫ ઘટીને રૂ.૭૧૦.૩૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૩.૭૦ ઘટીને રૂ.૧૭૫૦.૨૦ રહ્યા હતા. જ્યારે કેનેરા બેંક રૂ.૪.૭૫ વધીને રૂ.૩૭૧.૨૦, એક્સિસ બેંક રૂ.૧૧.૨૫ વધીને રૂ.૧૦૦૫.૨૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૨૫ વધીને રૂ.૨૦૫.૭૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ 

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પ્રોફિટ બુકિંગે બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૩૪.૨૪ પોઈન્ટ ઘટીને ૨૮૧૬૬.૧૬ બંધ રહ્યો હતો. બજાજ હેલ્થ રૂ.૨૮.૮૫  ઘટીને રૂ.૪૬૮.૯૦, એનજીએલ ફાઈન કેમ રૂ.૭૪.૩૫ ઘટીને રૂ.૧૯૧૧.૬૦, ગ્લેન્ડ રૂ.૪૬.૩૦ ઘટીને રૂ.૧૫૭૪.૮૫, જેબી કેમિકલ્સ રૂ.૩૬.૩૦ ઘટીને રૂ.૧૪૧૭, લિન્કન ફાર્મા રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૪૮૯.૪૫ રહ્યા હતા. જ્યારે આરપીજી લાઈફ રૂ.૭૭.૬૫ ઉછળીને રૂ.૧૩૮૧, સિક્વિન્ટ સાઈન્ટિફિક રૂ.૬.૬૨ વધીને રૂ.૧૦૯.૮૮, ગ્લેનમાર્ક લાઈફ રૂ.૧૭.૪૦ વધીને રૂ.૬૬૭.૯૦, કોપરાન રૂ.૪.૭૦ વધીને રૂ.૨૨૪, મેનકાઈન્ડ ફાર્મા રૂ.૨૫.૯૦ વધીને રૂ.૧૮૧૫.૪૫ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં નફારૂપી વેચવાલી 

એફએમસીજી શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. ટેસ્ટી  બાઈટ રૂ.૪૬૭.૭૫ ઘટીને રૂ.૧૬,૯૧૨.૦૫, પતંજલિ ફૂડ્સ રૂ.૩૩.૯૦ ઘટીને રૂ.૧૩૧૮.૩૦, સીસીએલ પ્રોડક્ટસ રૂ.૧૬.૫૦ ઘટીને રૂ.૬૪૨.૩૦, કેઆરબીએલ રૂ.૯.૩૫ ઘટીને રૂ.૩૮૦.૮૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૪૫૬.૦૫ ઘટીને રૂ.૨૩,૦૮૬.૬૫, ગોડફ્રે ફિલિપ રૂ.૩૦.૩૫ ઘટીને રૂ.૨૧૮૪.૪૦ રહ્યા હતા.

સ્મોલ કેપ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોની ખરીદી

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું ખરીદીનું આકર્ષણ જળવાઈ રહેતાં આજે માર્કેટબ્રેડથ  સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૫૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૯૭  અને ઘટનારની સંખ્યા ૧૭૯૩ રહી હતી.

નિક્કી ૬૫૬ પોઈન્ટ તૂટયો, યુરોપમાં સાધારણ રિકવરી

વૈશ્વિક બજારોમાં આજે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં ધોવાણ વધતું જોવાયું હતું. જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૬૫૬.૯૬ પોઈન્ટ તૂટીને ૩૧,૬૫૯.૦૩, હોંગકોંગનો હેંગસેંગ ૧૭૩.૦૯ પોઈન્ટ ઘટીને ૧૭,૬૪૦.૩૬, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૩૬.૮૧ પોઈન્ટ ઘટીને ૩૬૨૬.૬૦ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં સાંજે સાધારણ રિકવરી રહી હતી.

રોકાણકારોની સંપતિ  રૂ.૩૨૨.૨૫ લાખ કરોડ 

સ્મોલ કેપ, એ ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં જળવાયેલા આકર્ષણે શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં રૂ.૨૫ હજાર કરોડ વધીને રૂ.૩૨૨.૨૫ લાખ કરોડ પહોંચ્યું છે.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
સાયન્સ & ટેક્નૉલોજી

મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.

Editor By Editor 5 days ago
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?