By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    11 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ જીએસટી કચેરીમાં CBIના હાથે ઝડપાયેલો ધનખર હિમશીલાની ટોચ છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

રાજકોટ જીએસટી કચેરીમાં CBIના હાથે ઝડપાયેલો ધનખર હિમશીલાની ટોચ છે

agragujaratnews
Last updated: 2024/07/05 at 8:25 PM
12 months ago
Share
રાજકોટ જીએસટી કચેરીમાં CBIના હાથે ઝડપાયેલો ધનખર હિમશીલાની ટોચ છે
SHARE

કોઇ એક અધિકારી આખી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર કરી જ ન શકે : સિસ્ટમમાં અનેક કાળા ઘેટા હોવાની ફરીયાદ

સી.બી.આઇ.ની કામગીરી મિડિયા સુધી ન પહોંચે તે માટે એડિશ્નલ કમિશ્નરે જ સબંધિત અધિકારીઓને  કેમ તાકિદ કરી ?

શું ટોચના અધિકારીઓ આવા લાંચિયા અધિકારીને છાવરવા માટે મિડિયાથી ઓઝલ પડદો રાખતાં હતાં?

જીએસટીના ભ્રષ્ટાચાર માટે એક ગ્રેવિયન્સ પોર્ટલ રાખવુ જોઇએ :જેમાં પૂરાવા વગરની ફરિયાદો ઉપર પણ ધ્યાન આપવું જોઇએ

રાજકોટમાં હાલ ટીઆરપી કાંડને પગલે ખુલેલા ભ્રષ્ટાચારની ચોમેર ચર્ચા છે. સ્થાનિક રાજય સરકારની કચેરીઓ,મનપાની કચેરીઓ અને પોલીસની કચેરીઓમાં થતી ગેરરીતિ મિડિયામાં વધુ મુખર થતી હોય છે. જયારે કેન્દ્ર સરકારની કચેરી અને સ્ટેટ જીએસટી તથા ડાઇરેકટ ટેકસીસની કચેરીઓમાં થતી ગેરરીતિ મિડિયામાં એટલી મુખર નથી થતી. અહિં પ્રાઇવસીના નામે ખુબ ધુપ્પલ ચાલે છે. અહીં હજુ લોકશાહિને બદલે અમલદાર શાહી ચાલે છે. મિડિયા સાથે વાત ન કરવી,મિડિયાને માહિતી ન આપવી,તમામ કરદાતાઓને ચોર માનવાની માનસિકતાઓ આવી ઓફિસોમાં છલકાય છે. તેની પાછળ આ કચેરીઓના મુખ્ય અધિકારી અને તેમના સાથીઓની ઢાંકો ઢુંબો કરવાની નીતિ જ કારણભૂત છે. રાજકોટ એસજીએસટી કચેરીમાં નવીન ધનકર નામનો એક અધિકારી રૂપિયા અઢી લાખની લાંચ લેતાં સી.બી.આઇ.ના હાથે પકડાયો. આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ. વાસ્તવમાં ધનકરની ઘટના તો હિમશિલના ટોચ છે. જીએસટી કચેરીની વ્યાપક ફરિયાદો વેપાર ઉદ્યોગ વર્તુળમાંથી થઇ રહી છે. કામ ઓનલાઇન થાય છે પરંતુ ભ્રષ્ટાચાર ઓફલાઇન યથાવત છે.

Contents
કોઇ એક અધિકારી આખી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર કરી જ ન શકે : સિસ્ટમમાં અનેક કાળા ઘેટા હોવાની ફરીયાદસી.બી.આઇ.ની કામગીરી મિડિયા સુધી ન પહોંચે તે માટે એડિશ્નલ કમિશ્નરે જ સબંધિત અધિકારીઓને  કેમ તાકિદ કરી ?શું ટોચના અધિકારીઓ આવા લાંચિયા અધિકારીને છાવરવા માટે મિડિયાથી ઓઝલ પડદો રાખતાં હતાં?જીએસટીના ભ્રષ્ટાચાર માટે એક ગ્રેવિયન્સ પોર્ટલ રાખવુ જોઇએ :જેમાં પૂરાવા વગરની ફરિયાદો ઉપર પણ ધ્યાન આપવું જોઇએ

અહિં પણ સાગઠિયા સ્ટાઇલ ભ્રષ્ટાચાર છે. સરકારી કાયદાઓનું અધિકારીઓ એવી રીતે અર્થઘટન કરે કે સામેવાળા કરદાતા મોટી આર્થિક નુકસાની, પેનલ્ટીમાંથી બચવા માટે અન્ડરટેબલ નાણા આપવા મજબુર થાય. મોટા ભાગના કેસમાં જીએસટીના લાંચિયા અધિકારીઓ સાણસીથી તપેલી પકડવાની મોડસ ઓપરેન્ડી વાપરે છે. એટલે કે વચેટિયાઓથી નાણા લેતાં હોય છે. જેમાં મોટા ભાગે કન્સલટન્ટો હોય છે. .

સરકાર ગમે તેટલી જાહેરાતો કરે  પરંતુ ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધ્યો છે. દેશને સૌથી વધુ ટેકસ આપતાં વેપારીઓને કેન્દ્ર સરકારની કચેરીઓ ચોરની નજરે જુએ છે. વાસ્તવમાં તેમની સિસ્ટમમાં નવીન ધનખર જેવા ચોર છે. જયારે રાજકોટની એસજીએસટી કચેરીમાં નવીન ધનખર નામનાઅ લાંચિયા અધિકારીને સી.બી.આ.એ ઝડપ્યો ત્યારે આ કચેરીના ટોચના અધિકારી એડિશ્નલ કમિશ્નરે જ મિડિયાને માહિતી ન આપવા સ્ટાફને આદેશ કર્યો હોવાનું કહેવાય છે. મિડિયાને માહિતી ન આપી પોતાના કર્મચારીઓને બચાવવાની માનસિકતા શા માટે ? વાસ્તવમાં આ અધિકારીએ પત્રકારોને સામેથી બોલાવી તેમની કચેરીમાં આવા લાંચિયા અધિકારી ઝડપાય તો સામેથી માહિતી આપવી જોઇએ. જેથી કચેરીમાં અન્ય ભ્રષ્ટ અધિકારીઓ ઉપર ધાક પડે. આવી માહિતી છુપાવવાથી વેપાર ઉદ્યોગમાંથી ઉઠતા ભ્રષ્ટાચારના આક્ષેપોને વધુ બળ મળે છે.

આમ પણ કેન્દ્ર સરકારની કચેરીના અધિકારીઓ હજુ અંગ્રેજોના સતાકાળમાં રાચતાં હોય એવુ જ લાગે છે. તેઓ પોતે જ સરકાર હોય અને પોતે જ કાયદો હોય એવો માહોલ અહીં જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં તો તેઓ સાંસદો વગેરેને પણ દાદ નથી આપતાં. રાજકારણીઓને ખરાબ ચિતરી પોતે મી.કલીન હોવાની છાપ રાખી અંદરખાને ભયંકર ભ્રષ્ટાચારમાં લથબથ હોય છે.

ધનકરની સી.બી.આઇ. વ્યવસ્થિત પૂછપરછ કરે તો રાજકોટ જીએસટી કચેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આખુ નેટવર્ક ખુલી શકે તેવી શકયતા છે. કારણ કે કોઇ એક અધિકારી પૈસા માટે તેમની ફાઇલ સાથે કોઇ પણ કરતબ કરે તો એ ફાઇલ ટોચના અધિકારી પાસે જાય ત્યારે તેમની જાણ બહાર ન રહે. કારણ કે આ અધિકારીઓ કરવેરાના કાયદાના એટલાં નિષ્ણાત હોય છે કે તેમાં લુપ હોલ્સ શોધી શકે છે. આવા લુપ હોલ્સ ખોલવા અને બંધ કરવાની રમત ફુટબોલ પાસીંગ અને બોલને ગોલ પોસ્ટ સુધી પહોંચાડવા જેવી હોય છે.

રાજકોટ જીએસટી કચેરીના ભ્રષ્ટાચારના આ એક કિસ્સાથી સરકારે ખાસ કરીને કેન્દ્ર સરકારે જાગૃત થવા જેવુ છે. કોઇ પણ કચેરીની ફરિયાદ માટે એક ઓપન પોર્ટલ રાખવુ જોઇએ. જેમા કોઇ અધિકારી વિષે ફરિયાદ આવે ત્યારે ફરિયાદી પાસેથી પૂરાવા માંગવાને બદલે તેમને સી.બી.આઇ.ના સ્કેનમાં મૂકી યોગ્ય સમયે તેમની સામે કાર્યવાહી કરી ભ્રષ્ટાચારની દુકાન બંધ કરવી જોઇએ. જેથી તંત્રમાં પ્રમાણિકતાથી કામ કરતાં અધિકારી કર્મચારીઓને પણ ન્યાય મળે. પ્રોત્સાહન મળે. તેમજ કરદાતાઓને પણ ભ્રષ્ટાચારમાંથી છુટકારો મળે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
સ્પોર્ટ્સ

Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય

By 12 hours ago
Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન
world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની
Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?