By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: અહીં 40 વર્ષે ઈષ્ટદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

અહીં 40 વર્ષે ઈષ્ટદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે!

Last updated: 2025/03/27 at 9:26 AM
1 year ago
Share
અહીં 40 વર્ષે ઈષ્ટદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે!
SHARE

ભારત દેશ વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે. ભારતમાં જેટલાં પણ પ્રાચીન કે અર્વાચીન મંદિરો આવેલાં છે, તેમાં પૌરાણિક કે ઐતિહાસિક શ્રદ્ધાઓ જોડાયેલી છે. આજે પણ ભારતમાં એવાં કેટલાંય મંદિરો છે, જેની કોતરણી કે તેનું બાંધકામ ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે, કારણ કે સેંકડો વર્ષો પહેલાં કે તેથી પણ જૂના વર્ષોમાં અત્યાધુનિક સાધનો વિના પણ મંદિરોમાં જે પ્રકારે નકશીકામ તેમજ અન્ય બારીકાઇ વર્ક કરવામાં આવેલું છે તે ખરેખર ચોંકાવનારું છે. ભારતના કેટલાંક મંદિરોની પોતાની આગવી ધાર્મિક માન્યતાઓ પણ રહેલી છે અને તે માન્યતાઓને આજ દિન સુધી માનવામાં આવે છે અને તેમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી. આવી જ એક માન્યતા અને જૂની પરંપરા સાથે તમિલનાડુના કાંચીપુરમ્ મંદિરનો આગવો શ્રદ્ધામય ઈતિહાસ જીવંત છે. આ મંદિરનું નામ શ્રી વરદરાજા પેરુમલ મંદિર છે. તેને શ્રી દેવરાજ સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળ આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જેને અહીં વરદરાજા કે વરદરાજા સ્વામી તરીકે પૂજવામાં આવે છે.

આ મંદિરની વિશેષતા એ છે કે, સમગ્ર વિશ્વમાં આ જ એક એવું મંદિર છે, જેના ઈષ્ટદેવને 40 વર્ષે પૂજવામાં આવે છે, કારણ કે 40 વર્ષમાં એક વાર જ ભગવાન વરદરાજા સ્વામીની મૂર્તિને મંદિર પરિસરમાં સ્થિત પવિત્ર અનંત સરોવરમાંથી બહાર કાઢવામાં આવે છે.

મંદિરની વાસ્તુકલા, શિલ્પ સ્થાપત્ય અને અન્ય વિશેષતા

આ મંદિરની વાસ્તુકલા દ્રવિડ શૈલીથી પ્રેરિત છે. ઈ.સ. 1053માં ચોલ રાજાએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું. કુલોત્તુંગ પ્રથમ અને વિક્રમ ચોલે આ મંદિરનો પુનરુદ્ધાર પણ કરાવ્યો હતો. આ મંદિરમાં કુલ 100 સ્તંભ ધરાવતો હોલ છે, જે સૌ કોઇને આકર્ષે તેવો છે. આ મંદિરમાં કરવામાં આવેલું શિલ્પકામ ખૂબ જ બારીકાઇથી કરવામાં આવ્યું છે. મૂળ આ મંદિર કુલ 23 એકરમાં ફેલાયેલું છે. આ મંદિરમાં બે સરોવર ઉપરાંત કેટલાંક નાનાં મંદિરો પણ આવેલાં છે. આ મંદિરોમાં પણ વિશેષ કોતરણીઓ કરવામાં આવી છે. મંદિરમાં રહેલા ગોપુરમમાં પથ્થરો વડે એક સાંકળ બનાવવામાં આવી છે. મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ આ સાંકળ જોઇને આશ્ચર્ય પામી જાય છે.

પૌરાણિક માન્યતા

જો આપણે માનવજીવન તરીકે જોવા જઇએ તો મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન આ મૂર્તિનાં દર્શન માત્ર એકવાર કરી શકે છે અથવા તો વધુમાં વધુ બે વાર જ કરી શકે છે! આ મંદિર-મૂર્તિ વિશે પૌરાણિક માન્યતા એવી છે કે, એકવાર માતા સરસ્વતી નારાજ થઇને દેવલોકથી સીધા અહીં આવ્યાં હતાં. માતા સરસ્વતીને મનાવવા ભગવાન બ્રહ્માજી પણ અહીં આવ્યા હતા, પરંતુ તેમને જોઇને માતા સરસ્વતી વેગવતી નદીના રૂપમાં વહેવા લાગ્યાં, તેથી બ્રહ્માજીએ આ સ્થાન પર અશ્વમેઘ યજ્ઞ કરવાનો નિર્ણય લીધો. તો માતા સસ્વતી તેમના આ યજ્ઞને વિધ્વંસ (નાશ) કરવા પ્રંચડ વેગથી વહેવા લાગ્યાં. માતા સરસ્વતીનું આવું રૌદ્ર સ્વરૂપ જોઇને સૌ કોઇ દેવતા આશ્ચર્ય ચકિત થઇ ગયા. આથી માતા સરસ્વતીના ગુસ્સાને શાંત કરવા યજ્ઞની વેદીથી ભગવાન વિષ્ણુ શ્રી વરદરાજા સ્વામીના રૂપમાં પ્રકટ થયા હતા.

આ વિસ્તારમાં અંજીરનું વિશાળ જંગલ હોવાજી અંજીરનાં વૃક્ષોનાં લાકડાંથી દેવોના શિલ્પકાર વિશ્વકર્માજીએ શ્રી વરદરાજાની પ્રતિમાનું નિર્માણ કર્યું હતું. અંજીરને `અથિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જતાં આ જ કારણોસર ભગવાન શ્રી વરદરાજાને `અથિ વરદરાજા’ તરીકે પણ પૂજવામાં આવે છે. વિશ્વકર્માજીએ અથિ વરદરાજાની મૂર્તિનું નિર્માણ કર્યું હતું.

આ મંદિર પર ઘણા આક્રમણકર્તાઓએ હુમલો કર્યો હતો. તેમ છતાં મંદિરને પૂર્ણતઃ ધ્વસ્ત કરી શક્યા ન હતા. આ મંદિરનું નિર્માણ મહાન ચૌલ શાસકો દ્વારા (ઈ.સ. 1053) કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાળક્રમે અનેક રાજાઓએ પણ આ મંદિરમાં નાના-મોટા સુધારા કરાવ્યા હતા. આજે પણ આ મંદિરના દર્શનાર્થે ભારતભરમાંથી અને વિદેશોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે.

વર્ષો સુધી મૂર્તિ પાણીમાં

હોવા છતાં બગડતી નથી

આ મૂર્તિની ખાસ બાબત એ છે કે, તે પાણીમાં હોવા છતાં પણ બગડતી નથી. અલબત્ત, આ મૂર્તિમાં કોઇ પણ પ્રકારનાં કેમિકલ કે કોઇ લેપનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી. આ મૂર્તિને જે રીતે બહાર કાઢવામાં આવે છે તે જ રીતે પાણીમાં પાછી મૂકી પણ દેવામાં આવે છે. મંદિર સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, જ્યારે પણ આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હશે ત્યારે તેમાં કોઇ ખાસ પ્રકારની ધાતુ અથવા કોઇ એવી વસ્તુ ઉમેરવામાં આવી હશે, જેથી તે પાણીમાં પણ નુકસાન પામતી નથી.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા
ભાવનગર

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા

Editor By Editor 6 days ago
વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરની સ્પષ્ટતા પતિ વિશે કરાયેલા આક્ષેપને નકારતા મનીષાબેન
સિવિલમાં શુધ્ધ લોહીની અછત, થેલેસેમિયા ગ્રસ્તો પર મેજર ખતરો
ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા કાલે સર્વરોગ નિદાન કેમ્પ
સ્ટાફની અછત વચ્ચે શિક્ષકોને ફ્લડ કંટ્રોલની ડ્યુટી સોંપતા નારાજગી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?