ફ્રેન્ચ ઓપનની મહિલા સિંગલ્સ ફાઇનલમાં વિશ્વની નંબર-2 ખેલાડી કોકો ગૌફે ધમાકેદાર પ્રદર્શન કરીને ત્રણ સેટની મેચમાં વિરોધી આર્યના સબાલેન્કાને 2-1 થી હરાવીને ફ્રેન્ચ ઓપન ટાઇટલ તેના નામે કરી લીધું છે.
વિશ્વની ટોપ 2 ખેલાડી વચ્ચે ટક્કર
ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સનો ફાઇનલ મુકાબલો આજે 7 જૂનના રોજ ફિલિપ ચેટિયર કોર્ટ ખાતે યોજાયો હતો. આ મેચ દર્શકો માટે ખૂબજ રોમાંચક રહી હતી, કેમકે આ મેચ વિશ્વની ટોપ 2 ખેલાડી વચ્ચે ફ્રેન્ચ ઓપન ટાઇટલ માટે રમાઈ રહી હતી. આ મેચ વિશ્વની નંબર-1 આર્યના સબાલેન્કા અને નંબર-2 કોકો ગૌફ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં કોકો ગૌફે છેલ્લા ત્રણ સેટ સુધી ચાલેલી મેચ 2-1થી જીતી લીધી હતી અને પોતાની કારકિર્દીનું પહેલું ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતી લીધું હતું.
પહેલા સેટમાં મળી હતી હાર
21 વર્ષીય યુવા અમેરિકન ટેનિસ ખેલાડી કોકો ગૌફે આ મેચ પહેલા તેની ભૂતકાળની ભૂલોમાંથી ઘણું શીખી હતી. 2022 ની શરૂઆતમાં પણ તે ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ મેચમાં પહોંચી ત્યારે ઇગા સ્વિટેક સામે હારી ગઈ હતી. ભૂતકાળની શીખ તેને આજની મેચમાં ખૂબ કામમાં આવી. આર્યના સબાલેન્કા સામેની આજની ફાઇનલ મેચ લગભગ 2 કલાક અને 38 મિનિટ સુધી ચાલી હતી. જોકે કોકો ગૌફને પહેલા સેટમાં હાર મળી હતી, સેટ ટાઇ બ્રેકરમાં ગયા પછી આર્યના સબાલેન્કાએ 7-6થી જીતી લીધો હતો.પરંતુ તેને હિંમત હારી નહીં અને રમત પર કાબૂ મેળવવાની કોશિશ ચાલુ રાખી.
કોકો ગૌફે 2 સેટમાં વર્ચસ્વ જાળવી રાખ્યું
પહેલા સેટમાં હાર્યા બાદ કોકો ગૌફે આર્યના સબાલેન્કા પર દબાવ વધારવાનું ચાલુ કરી દીધું હતું. કોકો ગૌફે બીજા સેટમાં શાનદાર વાપસી કરી હતી અને આર્યના સબાલેન્કા પર દબાણ રાખવામાં સફળ રહી હતી. કોકો ગૌફે બીજો સેટ 6-2થી જીતીને મેચ 1-1થી બરાબર કરી દીધી હતી. ત્રીજા સેટમાં આર્યના સબાલેન્કાએ રમતમાં ફરી એકવાર વાપસી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પરંતુ કોકો ગૌફે સેટ 6-4થી જીતીને ટાઇટલ તેના નામે કરી લીધું.