પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ફરી એકવાર કંઈ નવું અને મોટું થવાનું છે. ટીમમાં મોટી ઉથલપાથલ થવાની છે. પીસીબી એક નવો કેપ્ટન બનાવશે અને જુના કેપ્ટનોને રજા આપશે. સૌથી મોટો સવાલ એ છે કે શું બાબર આઝમને ફરી એક વાર ટીમની કમાન મળશે.
મીડિયા રિપોર્ટ મુજબ પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદ અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સિકંદર બખ્તને ચર્ચા કરવા માટે લાહોર બોલાવવામાં આવ્યા છે. બંનેને ઓબ્ઝર્વેટરી કમિટી તરીકે કામ કરવાની ઓફર કરવામાં આવી છે. જો ત્રણેય ફોર્મેટમાં ફક્ત એક જ કેપ્ટન હોય, તો તે કયો ખેલાડી હશે?
બાબર આઝમ અને રિઝવાન પર નહીં થાય વિચાર
T20માં આ સમયે પાકિસ્તાની ટીમની કેપ્ટનશિપ સલમાન અલી આગા કરી રહ્યો છે. સલમાન અલી આગાએ અન્ય ફોર્મટનો પણ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. કેપ્ટનની રેસમાં સૌથી આગળ તે ચાલી રહ્યો છે. બાબર અને રિઝવાનના નામો પર વિચાર કરવામાં નહીં આવે. પરંતુ આ બંને પાસે કેપ્ટનશિપનો અનુભવ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ સિવાય પીએસએલમાં પણ બાબર આઝમે કેપ્ટનશિપ કરી છે.
બાબર આઝમનો કેપ્ટનશિપમાં રેકોર્ડ
બાબર આઝમે પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 20 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી છે, તેમાં 10 મેચમાં ટીમને જીત મળી છે. 6 મેચમાં હાર મળી છે અને 4 મેચ ડ્રો રહી છે. એકદિવસીય ક્રિકેટમાં બાબર આઝમે કુલ 43 મેચમાં ટીમને લીડ કરી અને તેમાં 26 મેચમાં જીત અપાવી છે. જ્યારે 15 મેચમાં હાર મળી છે. બાબર આઝમે T20 ક્રિકેટમાં ટીમને સૌથી વધુ લીડ કરી છે. આ ફોર્મેટમાં તેને 85 મેચમાં કેપ્ટનશિપ કરી અને 48માં જીત મેળવી છે.
સલમાન અલી આગાનું નામ સૌથી આગળ
તમામ ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવા માટે સલમાન અલી આગાનું નામ સૌથી આગળ છે. સલમાન અલી આગાએ T20 ફોર્મેટમાં અત્યાર સુધી લીડ કરતાં 12 મેચમાંથી 6 મેચમાં જીત મેળવી છે.