રસોડું એ ઘરનો મહત્વનું સ્થાન છે. ઘરના લોકોના સ્વાસ્થ્યનો મુખ્ય આધાર આ સ્થાન કહી શકાય. જ્યાં દરરોજ વિવિધ પ્રકારના પકવાન અને વાનગી બને છે. જેમાં તેલ, મસાલા અને મીઠાઈથી ભરપૂર સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય છે. આવી સ્થિતિમાં રસોડાના પ્લેટફોર્મ અને તેની નીચેના ખાના અને રેકની સફાઈ જરૂરી છે. રસોઈઘરમાં આજે રેફ્રિજરેટરથી લઈને માઈક્રોવેવ જેવી આધુનિક પ્રોડકટનો લોકો ઉપયોગ કરવા લાગ્યા છે. આ વસ્તુઓ અને રસોડાની સફાઈ વર્કિંગ વુમન માટે એક પડકારનું કારણ બને છે.
રસોડું સ્વચ્છ રાખવાના ઘરેલુ ઉપચાર
રસોડાના પ્લેટફોર્મ પર વારંવાર ખોરાક રાંધવાના કારણે ત્યાં ચીકાસ અને ગંદકી થાય છે. રસોઈઘર સ્વચ્છ ના હોય તો પરીવારના લોકો માટે બીમારીનું કારણ બની શકે છે. વ્યસ્તતાના કારણે વર્કિંગ વુમન દરરોજ આ વસ્તુની યોગ્ય સફાઈ કરી શકતી નથી. માટે સપ્તાહમાં એક દિવસ ફક્ત થોડો સમય આપી રસોડાને સ્વચ્છ અને સુંદર રાખી શકો છે. બજારની મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવાના બદલે તમે આ ઘરેલુ ઉપચારથી પોતાનું કિચન સરળતાથી કલીન રાખી શકશો.
ટ્રાય કરો આ ટિપ્સ, કિચન રહેશે કલીન
કિચન પ્લેટફોર્મ અને તેની નીચેના ખાનાની સફાઈ એક ઝંઝટનું કામ છે. પ્લેટફોર્મ પર જામે ગંદકી દૂર કરવા લીંબુ અને બેકિંગ સોડાનું મિશ્રણ બેસ્ટ ઉપાય છે. એક વાસણમાં બેકિંગ સોડા લઈ તેમાં લીંબુનો રસ નાખો. આ મિશ્રણને સ્પોન્જ અથવા કપડા પર લગાવો અને તેને રેક પર સારી રીતે ઘસો. લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડ અને બેકિંગ સોડાના કારણે ચીકાશ દૂર થશે અને કિચન પ્લેટફોર્મ વધુ ચમકદાર બનશે અને લીંબુના કારણે રસોડમાં સુગંધ પ્રસરી જશે. આ કુદરતી ક્લીનર ફક્ત રસોડાના ફલોર પરના ડાઘ દૂર કરતું નથી પણ બેક્ટેરિયાને પણ મારી નાખે છે.


