મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં સ્ટાર ઓલરાઉન્ડર અને મહિલા વર્લ્ડ કપની ‘પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ’ દીપ્તિ શર્મા પર પૈસાનો જોરદાર વરસાદ વરસ્યો છે. WPL 2026 પહેલા તેમને રિલીઝ કરનાર યુપી વોરિયર્ઝને હવે ફરી પોતાની ટીમમાં સામેલ કરવા માટે 3.2 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા. WPLના ઇતિહાસમાં સૌથી મોંઘી ખેલાડી હજુ પણ સ્મૃતિ મંધાના જ છે, જેમને 2023માં RCB એ 3.4 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
કંગારૂ ટીમની કેપ્ટન એલિસા હીલી અનસોલ્ડ રહી, જેમનો બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતો. જ્યારે કિવિ ઓલરાઉન્ડર સોફી ડિવાઇનને ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants) એ 2 કરોડ રૂપિયામાં ખરીદી. ભારતીય ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને યુપી વોરિયર્ઝ (UP Warriorz) એ આરટીએમ (રાઇટ ટુ મેચ) કાર્ડ દ્વારા 3.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં જોડી. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે (Mumbai Indians) આરટીએમ કાર્ડ દ્વારા એમેલિયા કેરને 3 કરોડ રૂપિયામાં ફરીથી પોતાની સાથે જોડી. સોફી, દીપ્તિ અને એમેલિયા ત્રણેયનો બેઝ પ્રાઇઝ 50-50 લાખ રૂપિયા હતો.
<script async src="
” charset=”utf-8″>” style=”position: static; visibility: visible; width: 550px; height: 874px; display: block; flex-grow: 1;” data-tweet-id=”1993990104097148980″>
<script async="" src="
” charset=”utf-8″>
ભારતીય ઝડપી બોલર રેણુકા સિંહ 60 લાખ રૂપિયામાં ગુજરાત જાયન્ટ્સમાં સામેલ થઈ. ઇંગ્લિશ ઓલરાઉન્ડર સોફી એક્લેસ્ટોન (85 લાખ રૂપિયા) અને ઓસ્ટ્રેલિયાની પૂર્વ કેપ્ટન મેગ લેનિંગ (1.9 કરોડ રૂપિયા) યુપી વોરિયર્ઝ માટે રમશે. સાઉથ આફ્રિકન કેપ્ટન લૉરા વૉલ્વર્ડ્ટને દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) 1.1 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડી. ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ બેટ્સમેન ફોબી લિચફિલ્ડ 1.2 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) સાથે જોડાઈ. ચિનેલ હેનરી અને શ્રી ચરણીને દિલ્હી કેપિટલ્સે એક સમાન 1.30 કરોડ રૂપિયામાં ખરીદી. સ્પિનર આશા શોભના (1.10 કરોડ રૂપિયા) ને પણ સારી એવી રકમ મળી.
સોલ્ડ ખેલાડીઓની સંપૂર્ણ યાદી
- સોફી ડિવાઇન (ન્યૂઝીલેન્ડ) – 2 કરોડ – ગુજરાત જાયન્ટ્સ
- દીપ્તિ શર્મા – 3.2 કરોડ – યુપી વોરિયર્ઝ (RTM)
- એમેલિયા કેર (ન્યૂઝીલેન્ડ) – 3 કરોડ – મુંબઈ ઇન્ડિયન્સ (RTM)
- રેણુકા સિંહ – 60 લાખ – ગુજરાત જાયન્ટ્સ
- સોફી એક્લેસ્ટોન (ઇંગ્લેન્ડ) – 85 લાખ – યુપી વોરિયર્ઝ (RTM)
- મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા) – 1.9 કરોડ – યુપી વોરિયર્ઝ
- લૉરા વૉલ્વર્ડ્ટ (સાઉથ આફ્રિકા) – 1.1 કરોડ – દિલ્હી કેપિટલ્સ
- ભારતી ફૂલમાલી – 70 લાખ – ગુજરાત જાયન્ટ્સ (RTM)
- ફોબી લિચફિલ્ડ (ઓસ્ટ્રેલિયા) – 1.2 કરોડ – યુપી વોરિયર્ઝ
- જ્યોર્જિયા વૉલ (ઓસ્ટ્રેલિયા) – 60 લાખ – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- કિરણ નવગિરે – 60 લાખ – યુપી વોરિયર્ઝ (RTM)
- ચિનેલ હેનરી (વેસ્ટ ઇન્ડીઝ) – 1.30 કરોડ – દિલ્હી કેપિટલ્સ
- શ્રી ચરણી – 1.30 કરોડ – દિલ્હી કેપિટલ્સ
- નાદિન ડિક્લર્ક (સાઉથ આફ્રિકા) – 65 લાખ – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- સ્નેહ રાણા – 50 લાખ – દિલ્હી કેપિટલ્સ
- રાધા યાદવ – 65 લાખ – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- હરલીન દેઓલ – 50 લાખ – યુપી વોરિયર્ઝ
- લિઝેલ લી (સાઉથ આફ્રિકા) – 30 લાખ – દિલ્હી કેપિટલ્સ
- લૉરેન બેલ (ઇંગ્લેન્ડ) – 90 લાખ – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- ક્રાંતિ ગૌડ – 50 લાખ – યુપી વોરિયર્ઝ (RTM)
- શબનમ ઇસ્માઇલ (સાઉથ આફ્રિકા) – 60 લાખ – મુંબઈ ઇન્ડિયન્સ
- તિતાસ સાધુ – 30 લાખ – ગુજરાત જાયન્ટ્સ
- લિન્સી સ્મિથ (ઇંગ્લેન્ડ) – 30 લાખ – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- આશા શોભના – 1.10 કરોડ – યુપી વોરિયર્ઝ
- દિયા યાદવ – 10 લાખ – દિલ્હી કેપિટલ્સ
- સંસ્કૃતિ ગુપ્તા – 20 લાખ – મુંબઈ ઇન્ડિયન્સ
- પ્રેમા રાવત – 20 લાખ – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- ડિયેન્ડ્રા ડૉટિન (વેસ્ટ ઇન્ડીઝ) – 80 લાખ – યુપી વોરિયર્ઝ
- કાશ્વી ગૌતમ – 65 લાખ – ગુજરાત જાયન્ટ્સ (RTM)
- શિખા પાંડે – 2.40 કરોડ – યુપી વોરિયર્ઝ
- અરુંધતી રેડ્ડી – 75 લાખ – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- સજીવન સજના – 75 લાખ – મુંબઈ ઇન્ડિયન્સ
- પૂજા વસ્ત્રાકર – 85 લાખ – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- તાનિયા ભાટિયા – 30 લાખ – દિલ્હી કેપિટલ્સ
- રાહિલા ફિરદૌસ – 10 લાખ – મુંબઈ ઇન્ડિયન્સ
- કનિકા આહૂજા – 30 લાખ – ગુજરાત જાયન્ટ્સ
- તનુજા કંવર – 45 લાખ – ગુજરાત જાયન્ટ્સ
- જ્યોર્જિયા વેરહામ (ઓસ્ટ્રેલિયા) – 1 કરોડ – ગુજરાત જાયન્ટ્સ
- અનુષ્કા શર્મા – 45 લાખ – ગુજરાત જાયન્ટ્સ
- નિકોલા કેરી (ઓસ્ટ્રેલિયા) – 30 લાખ – મુંબઈ ઇન્ડિયન્સ
ભારતીય ટીમ માટે રમી ચૂકેલી શિખા પાંડેને યુપી વોરિયર્ઝે 2.40 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી. શિખાનો બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા હતો. મહિલા પ્રીમિયર લીગ (Women’s Premier League – WPL) માટે આ મેગા ઓક્શનમાં 277 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે. શોર્ટલિસ્ટ કરાયેલા 277 ખેલાડીઓમાં 194 ભારતીય અને 83 વિદેશી (4 એસોસિયેટ દેશોના ખેલાડીઓ પણ સામેલ) છે. ખાસ વાત એ છે કે ઓક્શનમાં સામેલ 155 ખેલાડીઓ અનકેપ્ડ છે.
જોકે, આ ઓક્શનમાં વધુમાં વધુ 73 ખેલાડીઓને જ ખરીદી શકાય છે, જેમાં વિદેશી ખેલાડીઓની મહત્તમ સંખ્યા 23 હોઈ શકે છે. તમામ 5 ટીમોના પર્સમાં કુલ મળીને 41.1 કરોડ રૂપિયા જ બાકી છે. એક ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓ સામેલ થઈ શકે છે, જેમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા સાત હોઈ શકે છે. દીપ્તિ શર્મા, એલિસા હીલી, મેગ લેનિંગ, જેવી સ્ટાર પ્લેયર્સ પર ઓક્શનમાં મોટી બોલી લાગી શકે છે. મલ્લિકા સાગર નીલામકર્તા છે, એટલે કે તેઓ જ ખેલાડીઓની બોલી લગાવી રહ્યા છે.
આ ખેલાડીઓ રિટેન કરાયા હતા
ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સે જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, એનાબેલ સધરલેન્ડ, મેરિઝેન કેપ અને નિકી પ્રસાદને રિટેન કર્યા હતા. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે નૅટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુઝ, અમનજોત કૌર અને જી. કમલિનીને પોતાની સાથે જાળવી રાખ્યા. સ્મૃતિ મંધાના, રિચા ઘોષ, એલિસ પેરી અને શ્રેયંકા પાટીલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે બનેલા છે. બીજી તરફ ગુજરાત જાયન્ટ્સે બે ખેલાડીઓ એશ્લે ગાર્ડનર અને બેથ મૂનીને રિટેન કરવાનો નિર્ણય લીધો હતો. યુપી વોરિયર્ઝે માત્ર એક ખેલાડી (શ્વેતા સેહરાવત) ને જાળવી રાખ્યો.
આ પણ વાંચો : WPL Auction 2026 : વિશ્વની સૌથી ઝડપી બોલરને મળ્યું માત્ર આટલું મહેનતાણું, જાણો તેની સંઘર્ષની કહાણી…


